HIMATNAGARSABARKANTHA

આર.ટી.ઓ કચેરી દ્રારા દ્રિ- ચક્રિય વાહનોના નંબરની રી-ઓક્શન શરૂ કરવામાં આવશે

આર.ટી.ઓ કચેરી દ્રારા દ્રિ- ચક્રિય વાહનોના નંબરની રી-ઓક્શન શરૂ કરવામાં આવશે

 

સાબરકાંઠાની આર.ટી.ઓ.માં સીરીઝ GJ09DE,GJ09DF,GJ09DG,GJ09DH, GJ09DJ,GJ09DK,GJ09DL નું રી- ઓક્શન તા. ૮ એપ્રિલ ૨૦૨૩થી શરૂ કરવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકે તેમના વાહનની સેલ તારીખ તથા વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે મુજબ દિન-૭માં રજીસ્ટ્રેશન કરાવી વેબ સાઇટ https://Parivahan.gov.in/fancynumber પર ઓનલાઇન સી.એન.એ કરી રી-ઓકસનમાં ભાગ લઈ શકાશે.

પ્રક્રિયા તા. ૮/૦૪/૨૦૨૩ના રોજ સાંજના ૪:૦૦ કલાકથી તા. ૧૦/૦૪/૨૦૨૩ રોજ ૩:૫૯ કલાક સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તા. ૧૦ થી ૧૨ એપ્રિલ ૨૦૨૩ ના રોજ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ભરેલુ હોવુ જોઇએ. યોગ્ય સી.એન.એ ફોર્મ રજુ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે. વધુમાં સફળ અરજદારો દ્રારા વધારાની ભરપાઇ કરવાની રકમ રસીદ સાથે દિન-૦૫માં જમા કરાવવાના રહેશે.નિયત સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની હરાજી કરવામાં આવશે.

વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબના દિવસની અંદરના અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!