BODELICHHOTA UDAIPUR

બોડેલી ખાતે મુસ્લિમ ખત્રી બાવિસી સમાજના સમુહ લગ્નોસ્તવ યોજાયો હતો.

જેમાં 12 યુગલોએ પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી સમાજમાં ચાલતા કુરિવાજો ખોટાખર્ચ દહેજ પ્રથા નિવારણને લઈ અને ગરીબમાં ગરીબ વ્યક્તિ પોતાના દીકરા અને દીકરીના લગ્ન માનસન્માન થી કરી શકે એ હેતુ થી ખત્રી સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે 1963 થી ખત્રી બાવીસી સમાજ દ્વારા શરૂ કરાયેલા સમુહ લગ્નોમાં અત્યાર સુધી અસંખ્ય યુગલોએ લગ્ન જીવનની શરૂઆત કરી છે આજ રોજ બોડેલી સેવાસદન ની બાજુમાં યોજાયેલા સમુહ લગ્નમાં 12 યુગલોને મૌલવી દ્વારા નિકાહ પઢાવવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં રહેતા મુસ્લિમ ખત્રી બાવીસી જમાતના દીકરા દીકરીઓ એ દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી ખત્રી બાવિસી સમાજના લોકો તરફથી દુલહનો ને ઘરવખરીની તમામ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આર્થિક રીતે સંપન્ન લોકો એ પણ આ સમૂહ લગ્નમાં ભાગ લઈ તેમના દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા હતા સમુહ લગ્નમાં દાતાઓ દ્વારા જે રકમ આપવામાં આવે છે તે દુલ્હનો ને લગ્ન જીવનમાં કામ લાગે તે હેતુ થી આપી દેવામાં આવે છે અને આજના આ સમુહ લગ્નના કાર્યક્રમમાં જ્ઞાતિના ધોરણ 8 થી લઇને કોલેજ કક્ષાના પરિક્ષામાં ઉચ્ચ ગુણ મેળવી પાસ થયેલ તેજસ્વી વિધ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગુજરાતના ખુણે ખુણામાં વસ્તા સમગ્ર મુસ્લિમ ખત્રી બાવિસી સમાજના લોકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બોડેલી સેવાસદન ની બાજુમાં યોજાયેલા મુસ્લિમ ખત્રી બાવિસી સમાજના સમુહ લગ્નમાં ખત્રી સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને સમુહ લગ્નને સફળ બનાવ્યો હતો.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!