GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

Transfer : 55 મામલતદારોની બદલી કરી દેવાઈ,162 નાયબ મામલતદારને પ્રમોશન અપાયુ

અમદાવાદઃ ગુજરાતમાં અધિકારીઓની બદલી અને પ્રમોશનના આદેશો અચાનક લેવામાં આવતાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં પોલીસ તંત્રમાં બદલીઓ થયા બાદ હવે રાજ્યના રેવેન્યૂ વિભાગમાં પણ ગઈકાલે અચાનક 55 મામલતદારની બદલીના આદેશ છૂટ્યા હતાં. તે ઉપરાંત 162 જેટલા નાયબ મામલતદારોને પ્રમોશન આપવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સરકારના વિભાગ દ્વારા સાગમટે બદલીના આદેશ થતાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે. સરકારના સબંધિત વિભાગ દ્વારા મોડી રાત્રે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. જેમાં  વર્ગ-2 ના 55 મામલતદારોની બદલી કરી નાખવામાં આવી છે. જ્યારે 161 નાયબ મામલતદાર (વર્ગ-3) ના અધિકારીઓને મામલતદાર (વર્ગ-2) ની બઢતી કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાં જ અધિકારીઓને પ્રમોશન અને બદલીના નિર્ણયો થતાં ચારેકોર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટ ઇસ્ટ મામલતદાર તરીકે ફરજ બજાવતા આર.બી.ગઢવીની બદલી કરી તેઓને ખેડાના વાસો મામલતદાર તરીકે મુકવામાં આવેલ છે. આવી જ રીતે ગોંડલ મામલતદાર હિતેશ ચાવડાની ગીર સોમનાથ કલેકટર કચેરીમાં ઇલેકશન વિભાગમાં મામલતદાર તરીકે નિમણુંક આપવામાં આવી છે.આ ઉપરાંત કચ્છ રાપરના મામલતદાર તરીકે ફરજ બજાવતા કે.આર.ચૌધરીની પાલનપુર તળાજા (ભાવનગર)ના મામલતદાર જે.ડી.જાડેજાની બાબરા, સિહોરના મામલતદાર જે.એન.દરબારની બેચરાજી, સાવરકુંડલા મામલતદાર પ્રદિપસિંહ ગોહિલની પંચમહાલ જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના મામલતદાર બી.બી.લખતરીયાની બદલી કરી તેઓને નડિયાદ રૂરલના મામલતદાર તરીકે મુકવામાં આવેલ છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!