JAMNAGARJAMNAGAR CITY/ TALUKOKALAVAD

સી.આર.સી મોટા વડાળામાં કિવઝ કોમ્પિટિશનનું આયોજન

22 માર્ચ 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર

આજના યુગમાં વિધાર્થીઓ પાસે માત્ર પુસ્તકનું જ્ઞાન પુરતુ નથી સામાન્ય જ્ઞાન પણ હોવું જરૂરી છે.

એટલા માટે વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય અને રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ કક્ષાએ લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ માટે પ્રેક્ટિસનો મહાવરો થાય તે માટે મોટા વડાળા સી.આર.સી કોર્ડીનેટર શિવપાલસિંહ જાડેજા દ્વારા ક્વિઝ 2024 નું આયોજન મોટા વડાલા સીઆરસી ની પાતા મેઘપર પ્રાથમિક શાળા માં આજરોજ કરવામાં આવેલ.કાયકમ અંતર્ગત સી.આર.સી.ની અપર પ્રાઇમરિની કુલ છ શાળા મોટા વડાલા, પાતા મેઘપર, મકાજી મેઘપર, વિભાણીયા, જુવાનપર અને મંગલપુર ના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ હતા. જેમાં પ્રથમ નંબર પર મોટા વડાલા તાલુકા શાળા, દ્વિતીય નંબર પર પાતા મેધપર પ્રાથમિક શાળા અને તૃતીય નંબર પર મકાજીમેઘપર પ્રાથમિક શાળા વિજેતા બનેલ.. વિજેતા ટીમને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.કાર્યક્રમ અંતર્ગત કાલાવાડ તાલુકાના બી.આર.સી કોર્ડીનેટર સાહેબ સતિષભાઈ, આણંદપર કુમારશાળાના મદદનીશ શિક્ષક પાલાભાઈ ચોચા અને મોટા વડાલા તાલુકા શાળા આચાર્ય સીમાબેન રાબડીયા એ હાજરી આપેલ. પાર્ટિસિપેટ તમામ ટીમને ઉપસ્થિત મહેમાનો દ્વારા અનેક ક્લસ્ટરના પ્રિન્સિપાલો દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ. સી.આર.સી કોર્ડીનેટર શિવપાલસિંહ જાડેજા દ્વારા તમામ વિદ્યાર્થીઓ , સ્ટાફગણ અને મહેમાનો માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવેલ.
પાતામેઘપર પ્રાથમિક શાળાના સ્ટાફગણ અનેક ક્લસ્ટર પરિવારના ઉપસ્થિત સ્ટાફના સહકાર થી સમગ્ર કાર્યક્રમ સફળ રહેલ..

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!