JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

ચૂંટણી અંગેના કોઈપણ સાહિત્ય, ચોપાનિયા વગેરે ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ -સરનામાની વિગતો છાપવી ફરજિયાત …..

કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ ચૂંટણીને અનુલક્ષીને છાપકામ પર નિયંત્રણ મૂકતુ જાહેરનામુ બહાર પાડ્યું

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનગાઢ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તા.૭-૫-૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. ત્યારે ભારતના ચૂંટણી પંચના હુકમ મુજબ ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, પેમ્પલેટ વગેરેના છાપકામ ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.
ભારતના ચૂંટણી પંચના હુકમની જોગવાઈઓના અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જાહેરનામુ બહાર પાડ્યા મુજબ ચૂંટણી અંગેના કોઈપણ સાહિત્ય, ચોપાનિયા ભીંતપત્ર, પેમ્પલેટ કે આવી અન્ય સામગ્રી ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ અને પુરા સરનામાની વિગતો અવશ્યપણે છાપેલા હોવા જોઈએ.
ઉપરાંત નિયત નમુના- ક માં એકરારનામું એકરાર નામુ પ્રકાશક પાસેથી મુદ્રકે બે નકલમાં મેળવી તેની એક નકલ ઉક્ત જણાવ્યા વિગતેના તેમણે કે, તેમના પ્રતિનિધિએ મુદ્રિત કરેલ- છાપેલ દસ્તાવેજોની ૪ નકલો સાથે જિલ્લા મેજિસ્ટ્રેટને દિવસ-૩માં મળી જાય તે રીતે રજૂ કરવાની રહેશે. આવી મુદ્રિત સામગ્રી અને એકરારપત્ર સાથે મુદ્રકે છાપેલા દસ્તાવેજોની નકલોની સંખ્યા અને તેના મુદ્રણ કામ અંગે થયેલ ખર્ચની લગતી માહિતી પણ નિયત નમૂના-ખ મુજબ રજૂ કરવાની રહેશે.
ભારત ચૂંટણી પંચની આ અંગેની સૂચનાઓના કોઈપણ ઉલ્લંઘનને ખૂબ ગંભીરતાથી જોવામાં આવશે અને યોગ્ય કેસોમાં રાજ્યના પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓ અન્વયે મુદ્રાણાલયનું લાયસન્સ-રજીસ્ટ્રેશન રદ કરવા જેવા કડક પગલાં લેવામાં આવશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!