ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને બદકામ કરવાના ઇરાદે હોટલમાં લઈ જનાર બે આરોપી ની પોલીસે ધરપકડ કરી

ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને બદકામ કરવાના ઇરાદે હોટલમાં લઈ જનાર બે આરોપી ની પોલીસે ધરપકડ કરી
ઝઘડિયા તાલુકાના બહુચર્ચિત સગીરા અપહરણ કેસ ના આરોપી રાજપારડી ગામના મેહુલ પટેલ તથા યુવરાજસિંહ રાજ ની ઉમલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, બનાવની વિગત એવી છે કે ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરા નજીકની માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે, ગત તારીખ ૧૮ મીના રોજ સગીરાને સવારે શાળાના ગેટ પરથી ફોરવ્હિલ ગાડીમાં રાજપારડીના મેહુલ પટેલ તથા યુવરાજસિંહ રાજ નામના ઈસમો લઈ ગયા હતા,અને સગીરાને પટાવી ફોસલાવી તેની સાથે બદકામ કરવાના ઇરાદે ભરૂચની હોટલમાં લઈ ગયા હોવાની ફરિયાદ લખાઇ હતી. સગીરા શાળાએ નહીં જતા શાળામાંથી તેના વાલી પર ફોન ગયો હતો ત્યારે વાલીને ખબર પડી હતી અને શાળાના સીસીટીવી ચેક કરાવતા રાજપારડીના આ બંને ઈસમો તેનું અપહરણ કરી બદકામ કરવાના ઇરાદે ભરૂચની એક હોટલમાં લઈ ગયા હોવાની જાણ થઇ હતી, જે સંદર્ભે સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં મેહુલ દિનેશભાઈ પટેલ ઉ.વ ૩૫ તથા યુવરાજસિંહ હરિસિંહ રાજ ઉ.વ ૨૨ બંને રહે. અલકાપુરી સોસાયટી રાજપારડી તા. ઝઘડિયાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, સ્થાનિક પોલીસે બંને આરોપીઓને શોધવા માટે ટીમ બનાવી સંયુક્ત કામગીરી કરી હતી, જેમાં ટીમને બાતમી મળી હતી કે આરોપીઓ રાજપારડી ખાતે હાજર છે જેના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બંને આરોપીઓ મેહુલ પટેલ અને યુવરાજસિંહ રાજ મળી આવ્યા હતા, જેમની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




