KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ સબજેલ ખાતે તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયું

તારીખ ૨૮/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ પંચમહાલ ગોઘરાના સહયોગ થી તાલુકા કાનુની સેવા સમિતિ કાલોલ દ્રારા આયોજીત કાનુની શિક્ષણ શિબિર અંતર્ગત આજરોજ શુક્રવાર ના રોજ કાલોલ પોલીસ મથકના સબ જેલ ખાતે કાલોલ કોર્ટ પર થી લીંગલ રીટેઈનર તરીકે નવા કાયદાનુ જ્ઞાન શિક્ષણ શિબિરનું આયોજન બપોરના ૨:૩૦ કલાક પછી કાલોલ સબજેલમાં કરાયું હતું જેમા કાલોલ કોર્ટ ના મુખ્ય લીંગલ રીટેઈનર વકીલ પી.પી.સોલંકી હાજર રહીને જરૂરી કાયદાકીય માહિતી આપી હતી જેમાં કાલોલ જેલર સાથે પોલીસ સ્ટેશન નો સ્ટાફગણ અને કેદીઓ શિબિરમાં હાજર રહ્યા હતા.








