GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ટ્રેક્ટર ભાડેથી લઈને પરત ન આપનાર છાલીયેર ના ઈસમ સામે છેતરપિંડીની કાલોલ પોલીસ મથકે ફરિયાદ

 

તારીખ ૨૮/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મલાવ રામનગરી માં રહેતા ગોકળભાઈ મંગળભાઈ નાયક દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા ગત ડિસેમ્બર માસમાં રાહુલભાઈ નિરવતસિંહ સોલંકી રે.છાલીયેર લીમડા વાળું ફળ્યું તાલુકો સાવલી તેઓના ઘરે આવ્યા હતા અને તેઓની માલિકીનું સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર યસ બેંકમાંથી ફાઇનાન્સ કરાવી લીધેલું તે ટ્રેક્ટર જોઈને માસિક ભાડું રૂપિયા ૨૦,૦૦૦/ નક્કી કરી રૂ ૨૦,૦૦૦/ આપી ભાડા કરાર કરવાની શરતે લઈ ગયા હતા. પરંતુ ભાડા કરાર કરાવેલ અને નોટરી કરાવેલ નહીં ત્યારબાદ બે માસના માસિક ભાડા ની રકમ આપી હતી અને ત્યારબાદ માસિક ભાડાની રકમ માંગતા માસિક ભાડું પણ આપતા નહતા કે ટ્રેક્ટર પણ પરત કરતા ન હતા. જેથી ફરિયાદી તથા તેમના જમાઈ દ્વારા તપાસ કરતા રાહુલભાઈએ આ રીતે ઘણા બધા લોકોના ટ્રેક્ટર ભાડેથી લીધા છે અને પરત આપતા નથી તેવી વાત જાણેલ આ ઉપરાંત તેઓએ પોતાના ટ્રેક્ટરની તપાસ કરતાં ટ્રેક્ટર પણ મળી આવેલ નહોતુ. આથી ફરિયાદી પોતે છેતરાયા હોવાનું જાણતા તેઓએ કાલોલ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ૭,૨૦,૦૦૦/ ની કિંમતના ટ્રેક્ટરની છેતરપિંડી બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ કરી છે.

Back to top button
error: Content is protected !!