ARAVALLIGUJARATMODASA

લાઇસન્સ વગર જો વ્યાજે રૂપિયા આપ્યા તો થશે કાર્યવાહી : મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

લાઇસન્સ વગર જો વ્યાજે રૂપિયા આપ્યા તો થશે કાર્યવાહી : મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લા પોલીસ આયોજિત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની જાહેર જનતા માટે,કેટલાક લેભાગુ ઇસમો પોતાના આર્થિક લાભ સારું,ગરીબ વ્યક્તીઓ કે આર્થિક રીતે પછાત વ્યક્તીઓની જરૂરીયાત તથા મજબુરીનો લાભ લઇ, કોઇપણ પ્રકારના નાણાં ધીરધારના લાયસન્સ વગર ઉંચા વ્યાજદરે નાણાં ધીરતા હોય છે.જેથી આવા વ્યાજખોરીનો ધંધો કરતા ઇસમોની વિરૂધ્ધમાં જાહેર જનતાની રજુઆતો સાંભળવા,મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસવડા શેફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોકદરબારમાં ભોગબનનાર જાહેર જનતા પોતાના જરૂરી આધાર પુરાવાઓ સાથે, રજુઆતો કરવા લોકદરબાર પહોંચી રજુઆત કરી હતી.

Back to top button
error: Content is protected !!