SABARKANTHA
સાબરકાંઠાના વડાલીની એક હોસ્પિટલ માં નાબાલીક છોકરીનું કરાયું ગર્ભપાત: શરમજનક કિસ્સો
સાબરકાંઠાના વડાલીની એક હોસ્પિટલ માં નાબાલીક છોકરીનું કરાયું ગર્ભપાત: શરમજનક કિસ્સો
જાતિ પરીક્ષણ કરવું અને ગર્ભપાત કરાવો એ એક ગુનો છે એવામાં સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ એક પ્રાઇવેટ હોસ્પિટલ માં ડી. એચ. એમ .એસ. ડોક્ટર દ્વારા 18 વર્ષથી પણ નાની ઉંમરની છોકરીને પાંચ મહિના નો ગર્ભ હતો અને તેનો ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો હતો. આવો ગંભીર ગુનો કરનાર ડોક્ટરને તો ખરેખર જનતાને જ સોંપી દેવા જોઈએ આવા અપરાધી જો સમાજમાં ખુલ્લા પડશે તો સમજ ક્યાં જશે? આ એક મહત્વનો પ્રશ્ન છે. એ ઓછું પડતું હતું તે વધુમાં ગર્ભપાત કર્યા પછી તે ગર્ભને તે છોકરીના પરિવારને સોંપી દેવામાં આવ્યું. આવા ઘોર અપરાધી ડોક્ટરના કારનામા સામે આવતા તે ડોક્ટર પર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. એવું સાબરકાંઠાની જનતા ઇચ્છિ રહે છે અને લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.