Rajkot: સીડ રિપ્લેસમેન્ટ રેટ યોજના” હેઠળ રાજકોટ જિલ્લાના ખેડૂતોને મગફળી, દીવેલા, સોયાબીન અને તલનું બિયારણ ઉપલબ્ધ થશે

તા.૪/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્ય સરકાર દ્વારા સીડ રિપ્લેસમેન્ટ રેટમા વધારો કરવા 100 ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાને અમલમાં મુકેલ છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે અને વધુ ઉત્પાદન મળી શકતું હોય તેવી નવી જાત અપનાવી ઉત્પાદનમાં વધારો થાય તેવા હેતુથી સીડ રિપ્લેસમેન્ટ રેટ (SRR) વધે તે માટે જુદા જુદા ખેતી પાકોના પ્રમાણિત બિયારણ ઘટક અંતર્ગત વધુ ઉત્પાદન આપતી 15 વર્ષથી ઓછી ઉંમરની જાતોમા સહાયના ધોરણે વિવિધ પાકોના પ્રમાણિત બિયારણ વિતરણ માટે સહાયથી ઉપલબ્ધ થશે.
આ યોજના અંતર્ગત જિલ્લાના ખેડૂતો મગફળી, દિવેલા, સોયાબીન અને તલનું બિયારણ એટસોર્સ સહાય દરેથી વધુમાં વધુ 2 હે. ની મર્યાદામાં મેળવી શકશે.
ખેડૂતો પોતાની નજીકના ગુજરાત રાજ્ય બીજ નિગમ અધિકૃત ડીલર, ગુજકોમાસોલ, નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત વિક્રેતાઓ પાસેથી સહાય દરે બિયારણ મેળવી શકશે. આ યોજનામાં મગફળીના પાકમાં GJG-32, GJG-22, GJG 34, GJG 9 વગેરે, બિયારણની કિંમતના 50 ટકા પ્રતિ કિગ્રા, વધુમાં વધુ રૂ.40 કીગ્રા, બિયારણ દર / હે 150 કિગ્રા, દીવેલા પાકમાં GCH-૮, GCH-૯. બિયારણ ની કિંમત ના 50 ટકા પ્રતિ કિગ્રા, વધુમાં વધુ રૂ.80/ કિગ્રા, બિયારણ દર/ હે. 5 કિગ્રા. તલના પાકમાં GJT-૫ અને GUJ TIL-૬. જેમાં બિયારણ ની કિંમત ના 50 ટકા પ્રતિ કિગ્રા, વધુમાં વધુ રૂ.80/ કિગ્રા, બિયારણ દર/ હે. 2.5 કિગ્રા સહાય મળવાપાત્ર છે. સોયાબીન જાત JS 2094, JS 2098, NRC-127. બિયારણની કિંમતના 50 ટકા પ્રતિ કિગ્રા, વધુમાં વધુ રૂ.40 કીગ્રા, બિયારણ દર / હે 50 કિગ્રા.
વધુ જાણકારી માટે ગ્રામ સેવક તાલુકા વિસ્તરણ અધિકારી ખેતીનો સંપર્ક કરવા રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.



