GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ભડીયાદરા પીર પાસેની પાણી ની ટાંકી નો વાલ્વ લીક થતાં હજારો લીટર પાણી નો વેડફાટ.લોકોમાં ભારે રોષ

 

તારીખ ૦૭/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ઠ વોર્ડ નંબર પાંચ મા આવેલી આશીયાના સોસાયટી ને અડીને આવેલ ભડીયાદરા પીરની દરગાહ પાસે નગરપાલિકાની પાણી ની ટાંકી આવેલ છે જ્યાં આ ટાંકી નજીક સંપ બનાવી નજીક મા જ પાણી ની લાઇન નો વાલ્વ છે જ્યાં શબનમ સોસાયટી સાથે આશીયાના સાથે કાશીમાબાદ સોસાયટી સહિત અન્ય વિસ્તાર તરફ નો પાણી નો વાલ્વ આવેલ છે જે વાલ્વ ખોલતા જ સતત ત્રણ દિવસથી વાલ કોઈ કારણસર લીક થઈ પાણી વાલ્વના ચેમ્બરમાંથી ઉભરાતાં હજારો લીટર પાણી સરેઆમ રોડ ઉપર થઇ શબનમ સોસાયટી તરફ અને કાશીબાદ સોસાયટી તરફ જવાની નાળમાં વહી ગયું છે.એક તરફ પાણી બચાવવા માટે અભીયાન ચાલી રહયુ છે એમ કહેવાય છે કે આગામી વિશ્વ યુદ્ધ પાણી માટે થશે.ત્યારે કાલોલ નગર પાલિકા સત્તાધીશો પાણી નુ મહત્વ સમજે તો જ પ્રજા ને કહી શકાય પરંતુ પાલિકા જ સરેઆમ પાણી નો વેડફાઈ કરશે તો નાગરિકો ને કોણ રોકે?.સતત ત્રણ દિવસ થવા છતાં પાલિકાના જવાબદાર અધિકારી કે કર્મચારી આ સ્થળે ફરકયા નથી.અને કુદરતે આપેલા અમૂલ્ય પાણી નો બચાવ કરવા કોઇ આગળ આવેલ નથી અને વાલ્વ ખોલવાનો ઓપન ચેમ્બરની આજુબાજુ એટલી ગંદકી છે કે જેવું વાલ્વ પ્લમ્બર બંધ કરેછે ત્યારે ચેમ્બરમાં રહેલ ટોટલ પાણી વાલ્વ માં પાછું ખેંચાતાં જે પાણી જન્ય રોગો ફેલાવાની શક્યતા સ્થાનિક લોકો સેવી રહ્યા છે જેને લઇ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે નિકળતું પાણી બંધ કરી વાલ્વની આજુબાજુ ગંદકી દૂર કરી અને પાણીના વાલ્વ પરના ખુલ્લા ચેમ્બર પર ઢાંકણું બેસાડવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!