JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

પરંપરાગત લોક સંસ્કૃત્તિનો કલા અને વારસો લોકો સુધી પહોચાડનાં હેતુથી જૂનાગઢમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

જૂનાગઢ તા. ૧૫  કમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીગાંધીનગર આયોજીતજિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ સંચાલિતશ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ જુનાગઢના સહયોગથી મહાનગરપાલિકા વિસ્તારમાં શનિ-રવિવાર સાંસ્કૃત્તિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

પરંપરાગત લોક સંસ્કૃત્તિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે આજની યુવા પેઢી આપના સાંસ્કૃતિક વારસાથી પરિચિત થાય અને જીવંત રાખવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ મહાનગરપાલિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ ખાતે તા.૦૬ જુલાઈ ૨૦૨૪ના રોજ શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. જેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં એન.ડી.વાળા  જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢસી.એલ.પટેલ નિયામક અને આશિષભાઈ કાચા કેમ્પસ ડાયરેક્ટર શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગઉપેન્દ્રસિંહ રાઠોડ પ્રાંત યુવા વિકાસ અધિકારી જૂનાગઢ ગ્રામ્યહિતેષભાઈ ડાંગર પ્રાંત યુવા વિકાસ અધિકારી જૂનાગઢ શહેરના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શાબ્દિક સ્વાગત ઉપેન્દ્રસિંહ રાઠોડ પ્રાંત યુવા વિકાસ અધિકારીએ કર્યું હતું. પ્રાસંગિક ઉદ્દબોઘન એન.ડી.વાળા  જિલ્લા યુવા વિકાસ અધિકારી એ કરેલ જેમાં આપણાં સાંસ્કૃત્તિક વારસાને જીવંત રાખવા સૌને અપીલ કરી હતી. આભારવિધી આશિષભાઈ કાચા કેમ્પસ ડાયરેક્ટરએ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!