AHAVADANGGUJARAT

Dang : વઘઇ તાલુકાનાં લવારીયા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી PSE ની પરીક્ષામાં વઘઈ તાલુકામાં પ્રથમ નંબરે આવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના છેવાડાના ગામડાઓમાં આવેલ સરકારી શાળાના બાળકોમાં પણ પ્રતિભાની કોઈ ખોટ નથી એનું ઉત્તમ ઉદાહરણ હાલ પ્રાથમિક શાળા લવારિયામાં જોવા મળ્યુ છે.તાજેતરમાં લેવાયેલ PSE પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતુ.જેમાં પ્રાથમિક શાળા લવારીયા તાલુકા વઘઈ જીલ્લો ડાંગના ધોરણ 6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નીતિનભાઈ બીપીનભાઈ જાદવે સમગ્ર તાલુકામાં પ્રથમ અને ડાંગ જિલ્લામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર તાલુકા તથા જિલ્લામાં નામ રોશન કર્યું છે.જેના પરિણામે વિદ્યાર્થીના પરિવાર તથા સમગ્ર શાળા પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. તેમજ વિદ્યાર્થી નીતિનકુમાર જાદવને સૌએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા..

Back to top button
error: Content is protected !!