AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણીને લઈને તડામાર તૈયારી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
ડાંગ જિલ્લામાં મોટાભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે.ત્યારે ૯ મી ઓગસ્ટ – વિશ્વ આદિવાસી દિવસ એ આદિવાસી લોકો માટે દિવાળી સમાન તહેવાર ગણાય છે. તેમજ આહવા ખાતે વિશ્વ આદિવાસી દિવસના રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેને લઇને અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે.ડાંગ જિલ્લામાં મોટા ભાગે આદિવાસી સંસ્કૃતિની પૂજા કરનારા લોકો વસવાટ કરે છે. જ્યાં આજે પણ નાગ દેવતા,વાઘ દેવતા અને વૃક્ષો,જળ જંગલ અને જમીન સાથેના મૂળ સાથે જોડાયેલા આદિવાસી લોકો પ્રકૃતિની પૂજા કરે છે.ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગસ્ટના દીને ડાંગ જિલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી માટે તડામાર તૈયારીઓ વચ્ચે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આહવાના પટેલપાડા સર્કલ ખાતે આદિવાસી અને તમામ સમાજના ભાઈ-બહેનોએ  એકત્રિત થઈ રેલીનું આયોજન કરેલ છે. જે રેલી નું સમાપન બિરસા મુંડા સર્કલ પાસે પૂજા વિધિ સાથે થનાર છે.ત્યારે અહીં એક તહેવારની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થનાર છે.તેમજ  ગ્રામ દેવ પૂજક બાદ ગામના આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતીમાં  આદિવાસી દેવી દેવતાઓનું પૂજન કરી ગામમાં ડી.જે.નાં તાલે  જંગી રેલી-શોભાયાત્રા કાઢી આહવા નગરમાં ઉજવણીનો કાર્યક્રમ થનાર છે.જેમાં આદિવાસી સાંસ્કૃતિક ધરોહરની ઝાંખી ,આદિવાસી પહેરવેશ, વાજિંત્રોની ઝાંખી ,રીતિ રિવાજો પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર છે…

Back to top button
error: Content is protected !!