
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
વિકસિત ગુજરાતનું મોડલ આવું..? : મોડાસા તાલુકાના ઝાલોદર ગામના અનુસૂચિત સમાજના ફળિયામાં રસ્તાના અભાવના કારણે રહીશોને હાલાકી

અરવલ્લી જિલ્લાના અને મોડાસા તાલુકાના ઝાલોદર ગામના,અનુસૂચિત સમાજના ફળિયામાં રસ્તાના અભાવના કારણે રહીશો હાલાકીનો સામનો કરતા આવ્યા છે,રાજ્ય સરકારે અને વહીવટીતંત્ર ની આવો ભાઈ હરખા આપણે બેઉ સરખા જેવો જ્યાં જુવો ત્યાં ઘાટ જોવા મળે છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે પણ,અરવલ્લી જિલ્લામાં અનેક વિસ્તારો પાયાની સુવિધાથી આજે પણ વંચિત છે.ઝાલોદર ગામમાં વસવાટ કરતા 25 થી વધુ પરિવારના લોકો,ભેદભાવની નીતિ અને રાજકીય કિન્નાખોરી નો ભોગ બનતા હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે.ગામના સરપંચ થી લઈ ઉચ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે,સમસ્યા ની માંગ નહીં સંતોષાય અને આવનાર દિવસોમાં ન્યાય નહીં મળે તો,આત્મવિલોપન ની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી




