કડાણા તાલુકાના કરવઇ ગામે ગાયત્રી કૃપા માધ્યમિક આશ્રમશાળા ખાતે બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું .

રિપોર્ટર
અમીન કોઠારી :- મહીસાગર
કડાણા તાલુકાના કરવાઇ ગામે ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત વૃંદાવન પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ખાતે સંસ્થા દ્વારા બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું.
અંતરિયાળવિસ્તારોમાં ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તેવા આશય સાથે સરકાર દ્વારા આશ્રમ શાળાઓનું સંચાલિત મંડળો દ્વારાનિર્માણ કરવામાં આવી રહ્યું છે.
કડાણા તાલુકાના કરવાઇ ગામે ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત વૃંદાવન પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાનાં સંસ્થાના બકાભાઇ પટેલ તેમજ સોનલબેન દ્વારા આ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા1થી 12 ધોરણ નાં 540 જેટલા બાળકોને શાળામાં પહેરવા માટે ગણેવેશ વિતરણ કરવામાં આવ્યો હતો
કડાણા તાલુકાના કડાણા જળાશયના આદિવાસી સમાજના વિસ્થાપિત કુટુંબોનાં તેમજ સંતરામપુરના ખેડાપા ઝાલોદ કુલ ત્રણ તાલુકાના ગરીબ આદિવાસી સમાજના અંદાજિત 105 ગામના બાળકો ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત આશ્રમ શાળામાં કરવાઇ ગામે અભ્યાસ કરી રહ્યા છે આ આશ્રમ શાળા 1995 થી સ્થાપિત કરવામાં આવી આ વંદાવન આશ્રમશાળા ગરીબ આદિવાસી બાળકોને વિના મૂલ્યે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે
આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાસભર અને આદિવાસી ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિવિધ આયોજન આદિવાસી યુવક સંચાલિત મંડળ દ્વારા કરવામાં આવી રહું છે. પછાત અને ગરીબ વિસ્તારમાં થી આવતાં બાળકો પણ શહેરી વિસ્તારના બાળકો જેટલી તેજસ્વિતા પ્રાપ્ત કરે તેવી સુવિધાઓ પણ કરવાઈ વૃંદાવન આશ્રમશાળામાં આપવામાં આવી રહી છે
અંતરિયાળ વિસ્તારમાં આવેલાં કડાણા તાલુકાનાં કરવાઈ ગામે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ ખાતે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ શહેરી વિસ્તારના બાળકોની જેમ તેજસ્વી બને તેવા પ્રયાસો હાથ ધરાયાં છે.





