KALOL(Panchamahal)PANCHMAHAL

મૃતક શ્રમયોગીના વારસ પુત્રને પેન્શન અને પેન્શન તફાવત તથા નિવૃત્તિના તમામ લાભો ચૂકવવા નો હાઈકોર્ટ નો આખરી આદેશ

 

તારીખ ૩૧/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

મકાન અને માર્ગ સ્ટેટ વિભાગ લુણાવાડા મુકામે આવેલ કચેરીમાં તારીખ ૨૨/૯/૭૩ થી રોજમદાર મજુર તરીકે ફરજ બજાવતા ઉજ્મા ભાઈ બાબુભાઈ ડામોર કે જેઓ ને તેમની નોકરીના અરસા દરમિયાન સરકારના તારીખ ૧૭ /૧૦/૮૮ના પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા ત્યારબાદ સરકાર દ્વારા નિયત કરેલ નિવૃત્તિના નિયમો અન્વયે ૬૦ વર્ષ પૂર્ણ થતા તારીખ ૩૦/૬/૧૩ના રોજ અરજદારને નિવૃત્ત કરવામાં આવેલ પરંતુ નિવૃત્તિ સમય તેઓને કોઈ પેન્શન ગ્રેજ્યુટી રજાઓ તેમજ મળવા પાત્ર નિવૃત્તિના કોઈ લાભો ચૂકવવામાં આવેલ ન હતા જે બાબતે અરજદારે મકાન અને માર્ગ વિભાગના નાયબ કાર્યપાલક અને કાર્યપાલક સમક્ષ વારંવાર નિવૃત્તિના લાભો મેળવવા માટે રજૂઆતો કરવા છતાં તેઓને કોઈ પણ લાભો ચૂકવવામાં આવેલ ન હતા દરમિયાન તા.૨૫/૫/૨૧ ના રોજ અરજદારનું અવસાન થઈ જેને લઇ તેમના વારસ પુત્ર રમેશભાઈ ડામોરે ગુજરાત સ્ટેટ્ લેબર ફેડરેશન ના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી તેમના પિતાને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરના ફેડરેશન દ્વારા સરકારશ્રીના લાગતા વળગતા અધિકારીઓને ગુજરનારના વારસપુત્રને નિવૃત્તિ પછીના અવસાન સુધીના તમામ તમામ લાભો આપવા બાબતે રીપ્રેઝન્ટેશન કરે પરંતુ સરકાર દ્વારા યોગ્ય પ્રત્યુતર ન મળતા ફેડરેશન દ્વારા એડવોકેટ દીપક આર દવે મારફતે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અરજી નંબ ૭૧૮/૨૧ દાખલ કરે એ કેસમાં પડેલા પુરાવા આધારિત બંને પક્ષારો ના એડવોકેટ ની દલીલો ને સાંભળી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ સાહેબ દ્વારા તારીખ ૧૭/૨/૨૨ ના રોજ અરજદારને નિવૃત્તિના તમામ લાભો ચૂકવવાનો આદેશ કરેલ જે આદેશથી નારાજ થઈ સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એલપી નંબર ૧૬૪/૨૪ દાખલ કરે જે કેસ ચાલી જતા તારીખ ૨૩/૭/૨૪ના રોજ ન્યાયમૂર્તિ એ એસ સુપૈયા સાહેબ તથા મોના એમ ભટ્ટ સાહેબ દ્વારા એસી એનો હુકમ રાખવામાં આવતા ગુજરનારના વારસ ને લાંબા સમય બાદ નિવૃત ના તમામ લાભો મળવા નો આદેશ થતાં મૃતકના પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે.

Back to top button
error: Content is protected !!