ભારતીય વિદ્યા ભવન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે એકાંકી નાટકો યોજાયા

ભારતીય વિદ્યા ભવન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે, કલ્ચરલ આઉટરિચ પ્રોગ્રામ ના ૧૦૫ ના કાર્યકમ અંતર્ગત, ફિનિક્સ ગ્રુપ ઓફ થિયેટર દ્વારા સુપ્રસિદ્ધ લેખક શ્રી વિહંગ મહેતાના બે વિજેતા એકાંકી નાટકો અને એક મોનોલોગની ભજવણી ભવન્સ કોલેજ, અમદાવાદ ખાતે થઈ.
નાટક “વોર્ડ એક્સ એક્સ” માં વર્ષો થી મીલીટરી હોસ્પિટલમાં સડતા બે આર્મી જવાનોની વાત હતી જેમાં જીવનને અલગ નજરે જોવાની પ્રેરણાત્મક વાત છૂપાયેલી હતી. વોર્ડ એક્સ એક્સનું દિગ્દર્શન ધારેશ શુક્લ એ કર્યું હતું કલાકારો દીપેન રાવલ, ધ્રુવી વાઘાણી અને ધારેશ શુક્લએ પોતાના પરફોર્મન્સ થી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
બે નાટકો વચ્ચે એક મોનોલોગ પ્રસ્તુત થયો હતો જેમાં યશ ભટ્ટે પોતાની આગવી અદાકારી થી પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા અને એક હિન્દી એકાંકી “જહાં સૂરજ નિકલતા નહીં” જેનું દિગ્દર્શન ડૉ. કમલેશ ભોગાયતા એ કર્યું હતું. નાટકમાં એક એવા પહાડી પરિવારની વાત છે જે બર્ફીલા પ્રદેશમાં રોજી રોટી મેળવવા માટે કંઈ હદ સુધી જઈ શકે છે તેનું અલગ અંદાજમાં નિરૂપણ કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. શીતલ ભાગીયા, દ્રષ્ટિ માધાણી, હવ્ય ભોગાયતા, ડૉ. કમલેશ ભોગાયતા , સ્મિત શાહ, ડૉ.જય મોરધરા, દીપક શ્રીમાળી, ડૉ.ભક્તિ છાયાએ અભિનય પ્રસ્તુતિ કરી હતી.
ફિનિક્સ ગ્રુપના ધ્રુવ ત્રિવેદી, રુદ્ર ત્રિવેદી, વિપુલ પ્રજાપતિ, મયુર ગોહિલ, ઉપેક્ષા ભીમાણી તેમજ અન્ય મિત્રોએ બેક સ્ટેજ સંભાળ્યું હતું. આ બંને નાટ્યપ્રયોગ નિહાળવા ગુજરાતી રંગભૂમિના દિગ્ગજો શ્રી દિપક અંતાણી, શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ, શ્રી અખતાર સૈયદ પધાર્યા હતા અને તેમણે આ બંને પ્રયોગને બિરદાવ્યા હતા.









