
તા.૦૪. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:૧૮૧ મહિલા હેલ્પલાઇની ટિમ દ્વવારા દાહોદ તાલુકાના ગામમાં માથી આવેલ ફરિયાદમાં પતી પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યુ
દાહોદ તાલુકાના એક ગામ માંથી આવેલ ફરિયાદને લઈ તે ફરીયાદ નું કાઉન્સિલિંગ દરમિયાન ૧૮૧ અભયમ ટિમને જાણવા મળ્યું હતું કે પરણિત મહિલા સ્થાનિક સંસ્થામાં એક શિક્ષક તરીકે સર્વિસ છે.ત્યાં તેઓ તેજ ગામમાં પતિ અને તેમના દીકરા સાથે રહે છે અને છોકરાઓ અને છોકરીઓની છાત્રાલય હતી અને પીડિત શિક્ષકાએ જણાવ્યુ કે મારાં પતિ રાત્રે દરમિયાન નશા ની હાલતમાં છાત્રાલયમાં પ્રવેશ કરે છે અને મને શારીરિક શોષણ કરે છે. મારી જોડે છુટાછેડા ની ધમકી આપે છે અને મને મારી નાખવાની પણ ધાક ધમકીઓ આપે છે અને મારા પતિ કાંઈ કામ ધંધો પણ કરતા નથી અને આ બાબતને મારા સાસુને કહેતા મારાં સાસુ મને જેમં તેમ બોલવા લાગ્યા હતા.જેથી વારંવાર અવાર નવાર મારાં પતિ છાત્રાલયમાં નસાની હાલતમાં આવતા હતા.જેને લઈ ૧૮૧ અભયમ ટિમએ શિક્ષિતકાના પતીથી વાત ચિત્ત કરી અને ફરિયાદીના પતિને જણાવ્યું કે કેમ્પસમાં તમે નશો કરી ના આવી શકો.છો તમેં જાણો છો તમારી ધર્મ પત્ની ત્યા નોકરી કરી ઘર ગુજરાન ચલાવે છે તો તમે સામેથી તમારી ધર્મ પત્નીને સપોર્ટ કરવો જોઈએ.અને આ છાત્રાલયના કેમ્પસમાં આવી રીત નશો કરી આવો છો ત્યારે તમે અને તમારી ધર્મ પત્નીની ઈમેજ બગાડો છો.તમારા બાળક પણ તમારાથી શું શીખસે.જેથી પીડિતાના પતિ તેઓની ભૂલ સમજાય અને બીજી વાર આવી ભૂલ ના કરવાની બાંહેધરી આપતા પોતાની ભૂલ સ્વીકારી અને બન્ને પતી પત્ની વચ્ચે ૧૮૧ અભયમ ટિમ દ્વવારા સુખદ સમાધાન કરાવ્યો




