
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં “વિશ્વ સ્તનપાન સપ્તાહ” ઉજવણી કરવામાં આવી
અરવલ્લી જિલ્લામાં “વિશ્વ સ્તનપાન સપ્તાહ તા.૧ થી ૭ ઓગસ્ટ-૨૪” ની ઉજવણીના ભાગરૂપે તાલુકા-મોડાસાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-૨ ખાતે ડીપીએચએન,ડીએસબીસીસી,પીએ ન્યૂટ્રિશન દ્વારા ” સ્તનપાનની સાચી શરૂઆત સફળ સ્તનપાનનો આધાર ,જન્મના પહેલા કલાકમાં શિશુને કરાવો સોનેરી શરૂઆત વિષયે લાભાર્થીને અવગત કરાયા.

પ્રસૂતિ બાદ પ્રથમ ૬ મહિના સુધી માત્ર ને માત્ર ધાવણ” જે બીમારીઓ થવાના જોખમને ઘટાડે છે. બાળકોમાં ડાયેરિયા ,ન્યુમોનિયા જેવી તમામ 10-15 ગુણા ઓછુ કરી દે છે. જન્મ પછી છ મહિના સુધી બાળકને ઉપરનું દૂધ,પાણી,મધ,ખોરાક,ગળથૂથી કે અન્ય પદાર્થ ન આપવો જોઈએ.
જન્મ પછી છ થી આઠ મહિના સુધી બાળક માટે માતાનું દૂધ જ સર્વોત્તમ છે. આ માતા અને બાળક બંને માટે લાભદાયી હોય છે. પ્રસૂતિ પછી, માતાના સ્તનોમાંથી નીકળનારૂં પ્રથમ પીળું ઘાટું દૂધ શિશુ માટે સૌથી વધુ લાભદાયી હોય છે. માતાના પ્રથમ દૂધને શિશુ માટે પ્રથમ રસીકરણ પણ કહે છે. આ દૂધમાં શિશુની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની અદભૂત તાકાત હોય છે, જેનાથી શિશુ બીમારીઓ તેમજ ચેપ સામે આસાનીથી લડી શકે છે. સ્તનપાન કરાવવાથી માતાને સ્તન તેમજ ગર્ભાશયનું કેન્સર થવાના જોખમમાં ઘટાડો થાય છે. સ્તનપાન કરાવવાથી માતાના વજનમાં ઘટાડો થાય છે. માત્ર માતાનું દૂધ જ પર્યાપ્ત અને સર્વોત્તમ હોય છે. એ વિષયનું મહત્વ સમજાવતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ જેમાં ફોકલ ગ્રુપ સાથે વિગતવાર માહીતી આપવામાં આવી હતી





