
નરેશપરમાર -કરજણ 


કરજણ ધાવત ચોકડી પર વહેલી સવારે JCB માં અચાનક આગ
કરજણ ના ધાવત ચોકડી પર વહેલી સવારે JCB મશીન માં આગ લાગતા લોકોમાં અફરા તફરી મચી
આજ તા. ૦૬/૦૮/૨૦૨૪ ના રોજ વહેલી સવારે ૨.૪૫ વાગ્યાના સુમારે કરજણના જુના બજાર કરજણ નેશનલ હાઇવે નંબર 48 નજીક બાલાજી ટાયર માં મુકેલ JCB નંબર GJ06DH0819 મા અગમ્ય કારણોસર આગ લાગ્યા ની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ ને આગ પર સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી




