DAHODGUJARAT

દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન ગુર્જરી દાહોદ થકી સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ૨૦૨૪ કાર્યક્રમ યોજાયો

તા. ૦૭. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન ગુર્જરી દાહોદ થકી સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ૨૦૨૪ કાર્યક્રમ યોજાયો

પુંસરી પ્રાથમિક શાળા તા:જિ: દાહોદ ખાતે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ધોરણ ૬ થી ૮ ના કુલ 189 બાળકોને વિજ્ઞાન ગુર્જરી વિશે માહિતી આપવામાં આવી હતી અને જેમાં આપણો જે વિષય છે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ૨૦૨૪ માં મુખ્ય વિષય “ભારતીય વૈજ્ઞાનિકોના જીવન અને પ્રેરણા” બાળકોને સમજાવવામાં આવ્યો હતો જેમાં પુંસરી પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલ અને માર્ગદર્શક શિક્ષક સુરેશભાઈ માળીની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરુઆત પ્રાર્થના દ્વારા અને ત્યાર બાદ બાળકોને વિજ્ઞાન ગુર્જરી વિશે બેઝિક માહિતી શાળાના ગણિત- વિજ્ઞાન શિક્ષકશ્રી સ્મિતભાઈ ગજ્જર અને ચૈતાલીબેન રાવલ દ્વારા આપવામાં આવી હતી.અને આ ગુર્જરી દ્વારા જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં વિજ્ઞાનની માહિતી પહોંચાડવાનું કામ થાય છે તે બદલ તેમને સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાહોદમાં આ સંસ્થામાં મુખ્ય કોણ કામ કરી રહ્યું છે તેમના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી બાળકોને આ માહિતી પહોંચાડવા બદલ હું વિજ્ઞાન ગુર્જરીના જિલ્લા કોર્ડીનેટર કમલેશભાઈ લીમ્બાચીયા સાહેબ અને ચેતનભાઇ પટેલનો આભાર માનું છું કે તેમને સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ માટે અમારી સ્કૂલ પસંદ કરી તેનો હું પુનઃ આભાર વ્યક્ત કરું છું

Back to top button
error: Content is protected !!