ARAVALLIGUJARATMEGHRAJ

અરજદારે પંદરમી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વ દિને ગ્રામ પંચાયત કચેરી મેઘરજના કંપાઉન્ડ માં આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી 

અહેવાલ

 

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

 

અરજદારે પંદરમી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વ દિને ગ્રામ પંચાયત કચેરી મેઘરજના કંપાઉન્ડ માં આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી

મેઘરજ મુકામે મોડાસા ઉન્ડવા માર્ગ ઉપર દોષી પેટ્રોલપંપના પાછળ સરકારના સર્વેનંબર ૭૧ માં ગેરકાયદેસર વસાહતનુ દબાણ સત્વરે ખુલ્લુ કરાવવા બાબતે અરજદારે આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારતા જવાબદાર તંત્ર ને લેખિત જાણ કરી ન્યાય ની માંગણી કરી લેખિત અરજીમાં જણવ્યું હતું કે

મેઘરજ નગર ખાતે મોડાસા ઉન્ડવા રોડ ઉપર દોષી પેટ્રોલપંપ ના પાછળ સરકાર સર્વેનંબર ૭૧ માં બહાર ના ભટકતા વ્યકિતઓ એ ઝુપડીપટ્ટી ઉભી કરી ગેરકાયદેસર દબાણ કરતાં સ.નં ૭૭ની નજીક સરકારી મોર્ડન સ્કુલ ના બાળકો ને તથા આજુબાજુ ની સોસાયટી ના વસાહતીઓને રાત વરત ના સમયે આવવા જવામાં ખુબજ મુશ્કેલીઓ પડે છે તે ઉપરાંત વાહનો ની અવર-જવર ના કારણે શાળા ના બાળકો નો અકસ્માત થવાનો સંભવ રહે છે

 

ગેરકાયદેસર ઝુપડીપટ્ટી ઉભી કરી ને વસાવટ કરતા ઈસમો ખુલ્લામાં શૌચક્રિયા કરી ને ગંદકી ઉભી કરતા હોવાથી આજુબાજુ ની સોસાયટી ના પરીવારો ને ગંદકી ના કારણે રોગચાળો ભોગ બનવુ પડે છે આ ઝુપડીપટ્ટીના રહીશોને ગ્રામ પંચાયત કચેરી મેઘરજ ધ્વારા મફત ઘરથાળી પ્લોટો ફાળવ્યા છે પરંતુ મેઈન વિસ્તાર ની કિંમતી સરકારી જમીન સ.નં. ૭૧ નો કબજો છોડવા માટે આ ઈસમો તૈયાર નથી.ઉપરોકત દબાણ ખુલ્લુ કરાવવા માટે તાત્કાલીક ધોરણે આ સ.નં. ૭૧ ની સરકારી પડતર જમીન ખુલ્લુ કરાવવામાં નહિ આવે તો અરજદારે પંદરમી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વ દિને ગ્રામ પંચાયત કચેરી મેઘરજ ના કંપાઉન્ડ માં આત્મ વિલોપન કરવાની ફરજ પડશે તેમ અરજીમાં જણાવી ન્યાય માટે લખિત અરજી કરી હતી

Back to top button
error: Content is protected !!