ARAVALLIGUJARATMEGHRAJ

વડથલી થી ખોખરીયાતરફ પાકા રસ્તાની સુવિધા જ નથી…?એક દર્દી ને ખાટલા માં નાખી ને સારવાર અર્થે કાદવ વાળા રસ્તામાં લઇ જતા નો વિડિઓ વાયરલ 

 

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

વડથલી થી ખોખરીયાતરફ પાકા રસ્તાની સુવિધા જ નથી…?એક દર્દી ને ખાટલા માં નાખી ને સારવાર અર્થે કાદવ વાળા રસ્તામાં લઇ જતા નો વિડિઓ વાયરલ

મેઘરજ તાલુકા ના અંતરિયાળ વિસ્તરો માં હજુ પણ એવા ગામડા છે કે જ્યાં રહીશો ને પાકા રસ્તા ની સુવિધા પ્રાપ્ત થઈ નથી જેના કારણે આજે પણ લોકો હાલાકી વેઠી રહ્યાં છે

વાત છે મેઘરજ તાલુકા ના ખોખરીયા ગામ ની વડથલી થી ખોખરીયા તરફ ના રસ્તા ની કોઈ સુવિધા નથી જેના કારણે ચોમાસા માં કાદવ કીચડ પુષ્કળ થાય છે આ ગામ માં 150 કરતા વધુ ની વસ્તી રહે છે ત્યારે રહીશો ને દરરોજ અવર જવર માટે ખૂબ તકલીફ પડે છે વૃદ્ધો અને દર્દીઓ ને બીમારી સમયે 108 જેવી આરોગ્ય લક્ષી સુવિધાઓ પણ પહોંચી શકતી નથી ત્યારે આજ ગામ ના એક દર્દી ને ખાટલા માં નાખી ને સારવાર અર્થે લઇ જતો વિડિઓ સામે આવ્યો છે ત્યારે ગતિશીલ ગુજરાત ના વરવા દ્રશ્યો સામે આવ્યા છે

 

Back to top button
error: Content is protected !!