
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૩ ઓગસ્ટ : ભુજ બસપોર્ટ ખાતે સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતીમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત એસ.ટી બસમાં તિરંગો લહેરાવીને બસપોર્ટમાં હાજર મુસાફરોને રાષ્ટ્રધ્વજનું પદાધિકારીશ્રીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ, વિભાગીય નિયામકશ્રી ભુજ યોગેશભાઈ પટેલ, ડેપો મેનેજરશ્રી ભુજ અને એસ.ટી.સ્ટાફના કર્મયોગીઓ જોડાયા હતા.






