GUJARATRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: ઉપલેટા ખાતે વહિવટી તંત્ર દ્રારા “તિરંગાયાત્રા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

તા.૧૩/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સેન્ટ મેરી સ્કુલ દ્વારા બેન્ડ તથા વિવિધ ટેબ્લો રજૂ થયા

Rajkot, Upleta: રાષ્ટ્રીય સ્વતંત્રતા ૫ર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન ઉ૫લેટા તાલુકામાં વહિવટી તંત્ર દ્રારા “તિરંગાયાત્રા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે ટાવરવાળી તાલુકા શાળાથી શરૂ કરી નાગનાથ ચોક- જીકરીયા ચોક- ગાંધી ચોક– રાજમાર્ગ- બસ સ્ટેન્ડ ચોક સુધી “તિરંગાયાત્રા”એ ફરી લોકચેતના જગાવી હતી. તિરંગા યાત્રામાં સેન્ટ મેરી સ્કુલના બાળકો દ્રારા બેન્ડ રજૂ કરવામાં આવ્યો હતો. તદુપરાંત સેન્ટમેરી સ્કુલ, મધર્સ પ્રાઇડ ઇન્ટરનેશનલ સ્કુલ ઉ૫લેટા, ડેલ્ટા સાયન્સ સ્કુલ દ્રારા ટેબ્લો તથા અલગ અલગ વિભાગ દ્રારા તૈયાર કરવામાં આવેલ કુલ ૭ (સાત) ટેબ્લો જિલ્લા કક્ષાએથી આવેલા જે આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. યાત્રામાં કુલ ૫૦૦૦ ઉ૫રાંત લોકો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય શ્રી ડો.મહેન્દ્રભાઇ પાડલીયા,નાયબ કલેકટરશ્રી જે.એન.લીખીયા, જિલ્લા મેનેજરશ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર શ્રી કે.વી.મોરી,મામલતદાર શ્રી ઉ૫લેટા એમ.ટી.ઘનાવાણી, ચીફ ઓફિસર ઉ૫લેટા શ્રી નિલમબેન ઘેટીયા, તાલુકા વિકાસ અઘિકારી ઉ૫લેટાશ્રી પી.એ.ચૌહાણ તથા સમગ્ર વહિવટી તંત્રના અઘિકારીશ્રીઓ, કર્મચારીશ્રી,ઉ૫લેટા શહેર/તાલુકાના આગેવાનો, નાગરિકો, અલગ-અલગ એસોશિએશન, સંસ્થાઓ, સમાજના આગેવાનો, શાળાના બાળકો/શિક્ષકો વગેરે ભાગ લઇ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહભાગી બની આ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી.

Back to top button
error: Content is protected !!