GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સરસ્વતી વિદ્યામંદિર શાળામાં ટ્રસ્ટી સ્વ.વાસુદેવભાઈ વ્યાસના નિધન પર શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આપી શ્રદ્ધાંજલિ.

તારીખ ૦૪/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલના ટ્રસ્ટી અને સમસ્ત ચોર્યાસી બ્રહ્મ સમાજ કાલોલના ભૂતપૂર્વ પ્રમુખ વાસુદેવભાઇ શાંતિલાલ વ્યાસનુ લાંબી માંદગી બાદ સોમવારે મોડી રાત્રે અવસાન થતા આજ રોજ મંગળવારે તેઓની સ્મશાનયાત્રા નીકળી હતી.

શ્રી સરસ્વતી વિદ્યામંદિર શાળા પરિવાર દ્વારા પ્રાર્થનાસભા યોજી બે મિનિટ મૌન પાળી તેમના આત્માને દિવ્ય શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ.વાસુદેવભાઇ વ્યાસ દ્વારા નગરની વિવિધ સંસ્થાઓ અને ધાર્મિક સ્થાનોના વિકાસ માટે હરહંમેશ યોગદાન આપેલ છે તેમના નિધનથી કાલોલ બ્રહ્મ સમાજને એક મોટી ખોટ પડી છે.

 

Back to top button
error: Content is protected !!