
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ :ભુવાલ ગામેથી ગેરકાયદેસર રીતે નીલગીરી ના ઝાડ કાપી લઇ જતો શહેરાનો વેપારી ઝડપાયો, 1.60 લાખ રૂપિયાનો દંડ વસુલ કરાયો

મેઘરજ રેન્જ હસ્તકની મેઘરજ રાઉન્ડ ની ભુવાલ બીટ ના જંગલમાં બાતમીને અનુસંધાને પરીક્ષેત્ર અધિકારી જે કે ડામોર ના માર્ગદર્શન હેઠળ મેઘરજ રાઉન્ડ ફોરેસ્ટ એન એ પરમાર તથા રેંજના સ્ટાફ દ્વારા તપાસ કરતા ભુવાલ ગામના એક ખેડૂતના ખેતરમાંથી ગેર કાયદેસર રીતે શહેરાના વેપારી તા પંચમહાલ તથા મજૂરોએ તેઓના માલિકી સર્વ નંબર 133 ના 7/12 ના ઉતારા તથા સરપંચનો દાખલો આપી તેઓની માલિકી ની જમીન ને અડીને આવેલ જંગલ સર્વે નંબર 129 માં શહેરા ના વેપારી નીલગીરી કટિંગ કરાવતા હતા તેઓને સ્થાનિક સ્ટાફ દ્વારા બાતમીને આધારે પકડી ગુન્હો નોંધી ગુન્હેગારોના જવાબ અન્વયે દંડ ડિપોઝીટ પેટે 1,60,000/- (એક લાખ સાહીઠ હજાર )વસુલ કરી ગાડી ડિટેન કરેલ છે




