NATIONAL

‘પુત્રીઓને બચાવાની નહીં પુત્રોને શિક્ષિત કરવાની જરુર’ : સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવે લખ્યું કે 'પ્રોટેક્ટ યોર ડોટર'નો અર્થ તો એવો થયો કે તમારી દીકરીઓને બચાવો, સૂર્યુકમારે આ લાઈન પર કાળી લીટી મારીને નીચે લખ્યું કે તમારા પુત્રને શિક્ષિત કરો …

કોલકાતા લેડી ડોક્ટર રેપ-મર્ડર મામલે સમગ્ર દેશભરમાં આક્રોશ છે, આ ઘટના વિશે જાણીને સહુ કોઈ સહમી ઉઠ્યું છે અને હેવાન પર ફિટકાર વરસાવવા લાગ્યાં છે. આ ઘટનામાં હવે કાવતરાની કડીઓ પણ મળવા લાગી છે. લેડી ડોક્ટરના માતાપિતા અને સાથીઓ હવે મોટા આરોપ કરી રહ્યાં છે. પીડિતા સાથે કામ કરનાર ડોક્ટરોનો એવો આરોપ છે કે પીડિતાને ડ્રગ્સ રેકેટની જાણ થઈ ગઈ હતી અને તે મોટો ખુલાસો કરવા જઈ રહી હતી અને શક્ય છે કે તેનો અવાજ દબાવવા માટે તેની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. અમને શંકા છે કે આ બળાત્કાર અને હત્યાનો સાદો મામલો નથી. આ એક ટાર્ગેટેડ કિલિંગ છે. એક સિવિલ વોલિન્ટિયરને કેવી રીતે ખબર પડી કે પીડિતા સેમિનાર હોલમાં એકલી હતી? બીજા એક સાથીએ એવો દાવો કર્યો કે પીડિતા ભેદભરમવાળી વાતો જાણતી હતી તેને શંકા હતી કે ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે જેનો તે પર્દાફાશ કરવા માંગતી હતી. પીડિતાના પિતાએ પણ એક ગંભીર સવાલ ઊભો કર્યો છે કે તેમણે કહ્યું કે સ્મશાન ઘાટ પર 3 લાશ પહેલા હતી છતાં તેમની દીકરીને પહેલી સળગાવી દેવાઈ હતી. તે સમયે અમે ખૂબ જ દુઃખી હતા.
ભારતીય ટી 20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કોલકાતા રેપ-મર્ડરમાં ગાંઠે બાંધી લેવા જેવી સલાહ આપી છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતાં સૂર્યકુમાર યાદવે લખ્યું કે ‘પ્રોટેક્ટ યોર ડોટર’નો અર્થ તો એવો થયો કે તમારી દીકરીઓને બચાવો, સૂર્યુકમારે આ લાઈન પર કાળી લીટી મારીને નીચે લખ્યું કે તમારા પુત્રને શિક્ષિત કરો …તમારા ભાઈઓને શિક્ષિત કરો, તમારા પિતા, પતિ અને મિત્રોને શિક્ષિત કરો… સૂર્યકુમારનો કહેવાનો અર્થ સ્પસ્ટ છે કે જ્યાં સુધી તમે તમારા પુત્ર અને ભાઈઓને શિક્ષિત નહીં કરો ત્યાં સુધી આવું થતું રહેશે દીકરીઓને બચાવવાની જરૂર નથી, પણ લોકોને શિક્ષિત કરવાની જરૂર છે.
સૂર્યકુમારની સ્ટોરી પર યૂઝર્સે મોટી કોમેન્ટ કરી હતી. લોકોનું કહેવું છે કે સૂર્યકુમાર યાદવે બહુ મોટી વાત કરી છે. સૂર્યાનો કહેવાનો અર્થ એવો પણ છે કે દીકરીઓને બચાવાની સાથે પહેલું કામ દીકરીઓને શિક્ષિત કરવાનું છે.

Back to top button
error: Content is protected !!