MORBI:મોરબીમાં નવ વર્ષ પહેલાં નિખિલ ઘામેચા હત્યાની કેસની તપાસ CBI ને સોપવા હાઇકોર્ટનો હુકમ
MORBI:મોરબીમાં નવ વર્ષ પહેલાં નિખિલ ઘામેચા હત્યાની કેસની તપાસ CBI ને સોપવા હાઇકોર્ટનો હુકમ

Morbi -મોરબીમાં નવ વર્ષ પૂર્વે વર્ષ ૨૦૧૫માં નિખિલ ધામેચા નામના ૧૪ વર્ષીય બાળકનાં અપહરણ બાદ હત્યા થયાની ચકચારી ઘટના સામે આવી હતી જે કેસમાં હજુ આરોપીની ઓળખ પણ મળી નથી જે કેસની તપાસ હવે CBI સોંપવાનો હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.બનાવ સમયે આ કેસની તપાસ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કરી હતી અને તે બાદ તપાસ CID ક્રાઈમને સોંપાઈ હતી.ત્યારે આ કેસમાં કોઈ નિવેળો ન આવતા વર્ષ ૨૦૨૦માં મૃતક બાળકના પિતા એ આ કેસની તપાસ CBI ને સોંપવાની હાઇકોર્ટમાં અરજી કરી હતી.

મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને સુપરમાર્કેટમાં દરજીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા પરેશભાઈ ગોરધનભાઇ ધમેચાના 13 વર્ષના માસુમ પુત્ર નિખીલનું 15/12/ 2015 ના રોજ તપોવન વિદ્યાલયમાંથી છૂટતી વખતે એક અજાણ્યા ઈસમ દ્વારા બ્લેક એક્ટિવામાં અપહરણ કરવામાં આવ્યું હતું.જો કે અપહરણ કરી બાદ નરાધમો એ નિખિલ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું પણ પીએમ રિપોર્ટમાં અને એફએસએલમાં બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં તપાસમાં ઢીલ રાખવામાં આવી હોય, તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી ઉઠાવી હતી. અને આ મામલે તેઓએ હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા.હાઇકોર્ટે પણ નોંધ્યું કે સીઆઇડી દ્વારા વર્ષો સુધી તપાસ ચલાવવામાં આવ્યા બાદ તપાસનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી. આમ હાઇકોર્ટને પણ સીઆઇડી આ ગંભીર બનાવમાં ઉણી ઉતરી હોય તેવું લાગતા પરિવારની માંગ મુજબ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. પિતાએ ન્યાય મળવાની આશા વ્યકત કરી








