ANANDANAND CITY / TALUKOANKLAV

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વાસદ ખાતેના “કુશ પ્રોટીન્સ પ્રા.લી.” નો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વાસદ ખાતેના “કુશ પ્રોટીન્સ પ્રા.લી.” નો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર

સબ સ્ટાન્ડર્ડ રિફાઇન્ડ કપાસીયા તેલનું વેચાણ કરવા બદલ પેઢીને રૂ. ૧,૫૦,૦૦૦/- નો દંડ કરાયો

તાહિર મેમણ – 23/08/2024- આણંદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,અમદાવાદના સેન્ટ્રલ ફૂડ સેફટી ઓફિસર માડલિયા મીત દિનેશભાઈ દ્વારા સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી સતીષ પાટીલને સાથે રાખી આણંદ જિલ્લાના વાસદ મુકામે વાસદ-સારસા રોડ, નેશનલ હાઇવે નંબર-૮ પર સહકાર હોટલ પાસે આવેલ “કુશ પ્રોટીન્સ પ્રા.લી.” ખાતેથી લાયસન્સ કમ નોમીનીની શરતોનું પાલન કરવા માટે જવાબદાર વ્યક્તિ શ્રી રોહિતકુમાર મહેશ્વરી હાજર ન હતા તેથી હાજર વ્યક્તિ શ્રી સોની હિતેષભાઇ પાસેથી સાક્ષીની રૂબરૂમાં “Refined Cottonseed Oil” (રિફાઇન્ડ કપાસીયા તેલ) ની ખરીદી કરી જથ્થાના નમુનાનો એક ભાગ સીલ બંધ બોટલમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ ની જોગવાઈ હેઠળ પૃથ્થકરણ અર્થે ફૂડ એનાલિસ્ટશ્રી, મુંબઈને નિયમોનુસાર તપાસણી અર્થે મોકલવામાં આવ્યો હતો, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

આમ, સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય ચીજનું વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોય આણંદના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવેલ હુકમ મુજબ આણંદ જિલ્લાના વાસદ મુકામે આવેલ “કુશ પ્રોટીન્સ પ્રા.લી.”ના લાયસન્સ કમ નોમીનીની શરતોનું પાલન કરવા માટે જવાબદાર વ્યક્તિ શ્રી રોહિતકુમાર મહેશ્વરી અને મે/સ. કુશ પ્રોટીન્સ પ્રા.લી., ને સંયુક્ત રીતે રૂપિયા ૧,૫૦,૦૦૦/-(એક લાખ પચાસ હજાર પુરા) નો દંડ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!