દાહોદ ના એસટી ડેપો માં રિઝર્વેશન કાઉન્ટર ઉપર મુસાફરો પાસે ટિકિટ ભાડા કરતાં વધુ નાણાં લેવામાં આવતું હોવાનું ખુલાસા માં બહાર આવ્યું
AJAY SANSIAugust 24, 2024Last Updated: August 24, 2024
6 1 minute read
તા. ૨૪. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના એસટી ડેપો માં રિઝર્વેશન કાઉન્ટર ઉપર મુસાફરો પાસે ટિકિટ ભાડા કરતાં વધુ નાણાં લેવામાં આવતું હોવાનું ખુલાસા માં બહાર આવ્યું
દરેક સરકારી કચેરી માં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે દાહોદ ના એસટી ડેપો ખાતે ઓનલાઈન ટિકિટ બુકિંગ ના કાઉન્ટર ઉપર કર્મચારીઓ એ દ્રારા મુસાફરો ની ટીકીટ માં પણ કટકી કરતાં હોવાનું સામે આવ્યું છે જિલ્લા ના આદિવાસી પરિવારો સૌરાસ્ટ્ર તરફ મજૂરી કામ માટે જવા એસટી નો સગારો લેતા હોય છે ત્યારે ટીકીટ બુકિંગ ના કર્મચારીઓ દ્રારા ભાડા ની રકમ કરતાં પણ વધુ નાણાં લેવાઈ રહ્યા છે ૧૦ થી માંડી ને ૧૫૦ રૂપિયા સુધી મુસાફરો પાસે થી લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે આ બાબત ની બૂમો ઉઠવા પામી હતી જેના કારણે આજે ગુપ્ત રીતે બસ સ્ટેશન માં મુસાફરો ની ટીકીટ ચેક કરી કેટલા રૂપિયા લીધા તેવું પૂછતા અનેક મુસાફરો મળી આવ્યા જેમની પાસે થી વધારા ના રૂપિયા લેવામાં આવ્યા હતા ઉલ્લ્ખેનીય છે કે આ રીતે ગરીબ પ્રજા પાસે થી કટકી કરી કાઉન્ટર ઉપર ના કર્મચારીઓ દરરોજ ના હજારો રૂપિયા પોતાના ખિસ્સા માં સેરવી રહ્યા હોવાનું સામે આવ્યું છે સાથે બુકિંગ ઓફિસ માં સીંગ ચણા ના પેકેટ પણ મળી આવ્યા એટ્લે ઉપર ના ગમે તેટલા રૂપિયા આપવાના થતાં હોય પરંતુ બે પેકેટ સીંગ ચણા ના આપી ને મુસાફરો ને રવાના કરી દેવામાં આવતા હોય છે સમગ્ર કટકી પ્રથા નો આજે કેમેરા સામે ઘટસ્ફોટ થતાં જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ની માંગ ઉઠવા પામી છે
Sorry, there was a YouTube error.
AJAY SANSIAugust 24, 2024Last Updated: August 24, 2024