
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૩૧/૦૮/૨૦૨૪
નેત્રંગ ટાઉન ખાતે આવેલ ગાંધી બજાર વિસ્તારના મહિલા મંડળ થકી શ્રાવણમાસના પ્રારંભ થી જ ગાંધી બજાર ખાતે આવેલ અમરેશ્વ મહાદેવ મંદિરે તેમજ તુલસી ફળિયામાં આવેલ શ્રી રણોડરાય મંદિર ખાતે રોજબરોજ ભજન કિર્તન ની રમઝટ ચલાવી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન અમરેશ્વ મહાદેવ મંદિરે તેમજ તુલસી ફળિયામાં આવેલ શ્રી રણોડરાય મંદિર ખાતે મહિલા ભજન મંડળ દ્વારા ભજન ની રમઝટ બોલાવી વાતાવરણ ભક્તિ મય બનાવી રહ્યા છે.


