GUJARATMEHSANAVIJAPUR

મહેસાણાના સમાવેશ ટ્રસ્ટના અબ્દુલ્લાખાન બાબીને મળ્યું ‘આનંદાયી શિક્ષા કી ઔર’ કાર્યશાળામાં ભાગ લેવાનું અવસર*

મહેસાણાના સમાવેશ ટ્રસ્ટના અબ્દુલ્લાખાન બાબીને મળ્યું ‘આનંદાયી શિક્ષા કી ઔર’ કાર્યશાળામાં ભાગ લેવાનું અવસર*
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણાના શોભાસણ રોડ, નંદાસણ અને ઉનાવા ખાતે મીર, ફકીર, દેવીપુજક, વણજારા અને આર્થિક કે સામાજિક કારણોસર શિક્ષણ થી વંચિત સમુદાયો માટે કાર્યરત સમાવેશ ટ્રસ્ટ માટે સેવા આપનાર અબ્દુલ્લાખાન બાબીને મહારાષ્ટ્રનાં પુના ખાતેના પાલકનીતી પરિવાર દ્વારા ચલાવવામાં આવતા *ખેલ ઘર* દ્વારા આયોજિત ‘આનંદાયી શિક્ષા કી ઔર’ નામના ૬ દિવસીય કાર્યશાળામાં ભાગ લેવાની તક મળી છે.આ કાર્યશાળાનો મુખ્ય હેતુ ગરીબ અને પછાત ગણાતા સમુદાયોના બાળકોને શિક્ષણ આપવાની એક નવીન અને આનંદદાયક પદ્ધતિ વિકસાવવાનો છે. વિપ્રો ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત આ કાર્યશાળામાં દેશભરમાંથી 20 થી વધુ સંસ્થાઓમાંથી શૈક્ષણિક સેવાઓ સાથે જોડાયેલા 40થી વધુ સામાજિક કર્યકરોને પસંદ કરવામાં આવ્યા હતા. અબ્દુલ્લાખાન બાબીએ આ અંગે જણાવ્યું હતું કે, “આ કાર્યશાળામાં મને જે કંઈ શીખવા મળ્યું છે તેને હું ઉત્તર ગુજરાતના વંચિત સમુદાયોના બાળકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીશ. આ કાર્યશાળામાં મને સમજાયું કે, બાળકોને શિક્ષણ આપવું એ માત્ર પુસ્તકો વાંચવાનું જ નથી, પરંતુ તેમને રમત-ગમત અને કલા દ્વારા શીખવવું એ વધુ અસરકારક છે.”
સમાવેશ ટ્રસ્ટ મહેસાણાના શોભાસણ રોડ, નંદાસણ અને ઉનાવા ખાતે મીર, ફકીર, દેવીપુજક, વણજારા અને આર્થિક કે સામાજિક કારણોસર શિક્ષણ થી વંચિત સમુદાયો માટે સેવા આપે છે. ટ્રસ્ટનું માનવું છે કે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને તેના માટે જાગૃત કાર્યકરોએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ ફાઉન્ડેશન ભારતમાં સમાજસેવાના ક્ષેત્રે કાર્યરત એક અગ્રણી સંસ્થા છે. ફાઉન્ડેશનનું ધ્યેય ગરીબ તથા કોઈપણ કારણોસર શિક્ષણ થી વંચિત લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનું છે.પાલકનીતી પરિવાર પુના ખાતે આવેલી એક સંસ્થા છે જે બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે. સંસ્થા દ્વારા ચલાવવામાં આવતું *ખેલ ઘર* બાળકોને રમત-ગમત અને કલા દ્વારા શીખવવા માટે એક ઉત્તમ માધ્યમ છે.

Back to top button
error: Content is protected !!