જામનગર 181અભયમની સુઝબુઝથી યુવતિની પજવણી અટકી

જામનગર 181અભયમની સુઝબુઝથી યુવતિની પજવણી અટકી
ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપતા યુવક ને કાયદા નું ભાન કરાવતી 181 અભયમ ટીમ
જામનગર (નયના દવે)
જામનગર શહેર ખાતે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પ લાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદ રુપ સાબિત થઈ રહી છે જેમાં આજ રોજ પીડિતા દ્વારા 181માં ફોન કરી મદદ માંગેલ ને જણાવેલ એક વર્ષ પહેલાં તેવો એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલ હતા બાદમાં પીડિતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવક દ્વારા સબંધ રાખવા માટે કહેવામાં આવેલ પીડિતા દ્વારા ના પડતા ધમકી આપેલ અને પરિવાર ને તથા સોશિયલ મીડિયા પર ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરેલ આજે ડી. કે. વી. સર્કલ પાસે મળવા બોલાવેલ છે તેથી સમજાવવા માટે મદદ ની જરૂર છે
તુરંત જામનગર અભયમ ની ટીમ ના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોંચી યુવતીને આશ્વાસન આપી કુશળ કાઉન્સેલિંગ કરેલ ત્યારે તેમને જણાવેલ કે તેમનેહવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી છતાં યુવક જબર જસ્તી સંબંધ રાખવા દબાણ કરે છે અને પીડિતા દ્વારા ના પાડતા ફોટા વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલીને અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપે છે આજે યુવકે મળવા બોલાવે હોય દબાણ પૂર્વક તેથી મળવા જવાના હોવાથી મદદ ની જરૂર છે પરંતુ
પીડિતા ને ડર હોય કે તેમને 181 અભયમ ટીમ ની મદદ લીધેલ છે તે વિશે યુવક ને જાણ થઈ જશે તો તે આવશે નહીં અને ફોટો વિડીયો વાયરલ કરી નાખશે તેથી 181 અભયમ ટીમ દ્વારા સુજબુજ વાપરી 181 રેસ્ક્યુ વાન દૂર ઊભી રાખી 181 ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાઈ ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ યોગ્ય મોકો જોઈને પકડી પાડેલ અને કડક શબ્દોમાં કાયદાકીય સમજણ આપેલ તેમજ ફોન માંથી ફોટો વિડિયો ડીલીટ કરાવેલ અને ભવિષ્યમાં ક્યારેય યુવતી ને હેરાન ન કરવા કડક શબ્દોમાં સૂચન કરેલ ત્યારે યુવક દ્વારા પોતાની ભૂલ સ્વીકારેલ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની પીડિતાને હેરાન ગતિ નહીં કરે તેવી ખાતરી આપેલ અને નબર ડિલીટ કરેલ તેમજ પીડિતા પાસે પોતાની ભૂલ સ્વીકારી માફી માગેલ તેથી પીડિતા આગળ કોઈ કાર્ય વાહી કરવા ઈચ્છતા ન હોય તેથી સમસ્યા નું નીવાકરણ સ્થળ પર જ લાવેલ
આમ 181 ટીમ દ્વારા સુઝબુઝ સાથે કરવામાં આવેલ ત્વરિત અસરકારક કામગીરીને બિરદાવી અને 181 ટીમનો ભારપૂર્વક પીડિતા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.




