GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવનો રંગારંગ પ્રારંભ ઢોલ,નગારા અને ત્રાસા સાથે દુંદાળા દેવનું ભવ્ય આગમન

MORBi:મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવનો રંગારંગ પ્રારંભ ઢોલ,નગારા અને ત્રાસા સાથે દુંદાળા દેવનું ભવ્ય આગમન

 

 

Oplus_131072

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવ નો શુભારંભ થયો. કોલેજના ટ્રસ્ટીશ્રી દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ, કોલેજના તમામ પ્રાધ્યાપકો અને કોલેજના વિધાર્થીઓની ઉપસ્થિતિમાં ઢોલ,નગારા અને ત્રાસા સાથે ગણપતિ મહારાજનું ભવ્ય અને ભાવભર્યું આગમન થયું તેમજ કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા ગણપતિ મહારાજ નું સામૈયું કરવામાં આવ્યું હતું.

સૌ પ્રથમ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર દ્વારા કોલેજના રંગભવન માં ગણપતિ મહારાજની સ્થાપના વિધિ પરિપૂર્ણ કરવામાં આવી, ત્યારબાદ કોલેજના ૫૧ વિધાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફે પરંપરાગત પોશાક એટલે કે ધોતી-કુર્તા માં ગણપતિ મહારાજની ભવ્ય અને દિવ્ય મહાઆરતી ઉતારી હતી. આ સમગ્ર કાર્યક્રમ માં કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ, કોલેજ ના સ્ટાફગણ તથા ખુબ જ મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થી ભાઈ-બહેનો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!