AHAVADANG

ડાંગ જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરયાનાં નાદ સાથે ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સમગ્ર ડાંગ જિલ્લામાં વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાના પર્વ  ગણેશોત્સવ નિમિત્તે  ઠેર ઠેર ગણેશ પંડાલોમાં ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હતી.ત્યારે સમગ્ર પંથકમાં બાપ્પા મોરયાનાં નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યુ હતુ.ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવાનો તહેવાર અને આપણી અંદર છુપાયેલા ગણેશ તત્વને જાગૃત કરવાનો તહેવાર એટલે ગણેશોત્સવ ભાદરવા સુદ ચોથથી અનંત ચૌદસ સુધી ઉજવાય છે.ત્યારે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશોત્સવના પ્રારંભથી ડાંગ જિલ્લાનાં આહવા,વધઇ,સુબીર ,ગીરીમથક સાપુતારા સહિત જિલ્લા ના 311 ગામડાઓમાં સવારથી જ ગણેશોત્સવને લઈ ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ગામડા તેમજ નગર  વિસ્તારમાં ડી.જે.અને ઢોલ નગારાનાં તાલે ગુલાલની છોળો ઉડાડવાની સાથે ફટાકડા ફોડી શ્રીજીની પ્રતિમાઓને સ્થાપના સ્થળ સુધી લઈ જવાતા સમગ્ર વનપ્રદેશનું વાતાવરણ ગણપતી બાપ્પા મોરિયાના નાદ  સાથે ગુંજી ઉઠયુ હતુ.આદિવાસી યુવક મંડળો દ્વારા ભકિતભાવ પુર્વક પુજા અર્ચના કરી શાસ્ત્રોક્ત વિધી મુજબ શ્રીજીની અવનવી પ્રતિમાઓનુ સ્થાપન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લામાં ગણેશોત્સવ પર્વનો ધામધુમથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉલેખનીય છે કે, અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં પણ ભકતજનો દ્વારા સાદગી પુર્વક પુજા અર્ચના કરી શ્રીજીની પ્રતિમાઓનુ સ્થાપન કરી ગણેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.તેમજ અનેક ભાવિક ભક્તોએ પોતપોતાના ઘરે પણ શુભ મુહૂર્તમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી.અને ભગવાન ગણેશજીની મૂર્તિ ની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી.આમ સમગ્ર ડાંગ જિલ્લામાં ગણેશોત્સવનો ભક્તિ ભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો..

Back to top button
error: Content is protected !!