
સમારંભ ની શરુઆત માં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો બકુલભાઈ બુચે આમંત્રિતો અને મહાનુભાવો નું સ્વાગત કરતા ત્રીસ વર્ષ જૂની આ સંસ્થાની પ્રગતીનો અહેવાલ આપ્યો હતો. જુનાગઢ સ્થિત લોઢીયાવાડી ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયની ખાસ ઉપસ્થિતિમાં જુનાગઢ જિલ્લાના સાંસદ અને હાટકેશ હોસ્પિટલના નવા ટ્રસ્ટી રાજેશભાઈ ચુડાસમા તેમજ અમદાવાદના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એવા નિરૂપમભાઈ નાણાવટીનું ખૂબ જ અદકેરુ સન્માન કરવામાં આવ્યું. સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ જણાવ્યું હતું કે હાટકેશ હોસ્પિટલ સાથે મારે ખૂબ જ જૂનો અને લાગણી સભર સંબંધ રહેલો છે, હાટકેશ હોસ્પિટલ જે પ્રકારની દર્દી દેવોની સેવા કરી રહી છે તે ખરેખર સરહનીય છે અને તેમના માતૃશ્રી આ સંસ્થા માં સારવાર લઈ ચુક્યા છે અને તેમની ઈચ્છા અનુસાર તેઓ હંમેશા આ સંસ્થા ને મદદરૂપ રહેશે. તેમજ ધારાશાસ્ત્રી નિરૂપમભાઈ નાણાવટીએ જણાવ્યું હતું કે અમો જે કંઈ પણ કામગીરી કરી રહ્યા છીએ તે ફરજના ભાગરૂપે કરીએ છીએ છતાં પણ પોતાની જ ભૂમિ પર સન્માન થતું હોય ત્યારે પારિવારિક લાગણીનો એક અહેસાસ થતો હોય છે. આ સન્માન સમારોહના કાર્યક્રમમાં જાણીતા લેખક શ્રી શરદ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પ્રસંગિક ઉદબોદન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા,નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ કુહાળા સાથે આ સન્માન સમારોહને બિરદાવા માટે જૂનાગઢના અસંખ્ય લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાટકેશ હેલ્થ કેર ફાઉન્ડેશનના ડોક્ટર બકુલ ભુચ અને ડોક્ટર કલ્પિત નાણાવટી ની સાથે સમગ્ર હાટકેશની ટીમે ભારે જહમત ઉખાવી હતી
અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






