ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજમાં ગ્રામિણ વિસ્તારની એક ૧૫ વર્ષીય સગીરાનુ અપહરણ લીંબોદ્રા ગામના યુવકે સગીરાનુ અપરહણ કરતાં યુવક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાઇ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં ગ્રામિણ વિસ્તારની એક ૧૫ વર્ષીય સગીરાનુ અપહરણ લીંબોદ્રા ગામના યુવકે સગીરાનુ અપરહણ કરતાં યુવક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાઇ

મેઘરજ તાલુકાના એક ગામની ૧૫ વર્ષીય સગીરાને લીંબોદ્રા ગામના યુવકે અપહરણ કરી સગીરાને લઇ ભાગી છુટ્યો હતો

જે ઘટનામાં સગીરાના પિતાએ અપહરણ કર્તા યુવક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવીછે

મેઘરજના એક ગામમાં તા.૭/૯/૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે એક પશુપાલકને ત્યાં પોતાની એક ભેસ બીમાર હોય પશુ પાલક મોડી રાત સુધી ઘરે જાગતો હતો અને મોડી રાત પછી ઉંઘ આવતાં પશુ પાલક સુઇ ગયો હતો પશુ પાલકની પત્ની અને સગીર દિકરી પોતાના ઘરમાં સુઇ રહ્યા હતા બીજા દિવસે પરીવાર સવારે ઉઠ્યો ત્યારે પોતાની ૧૫ વર્ષીય સગીર દિકરી ઘરે જોવા ન મળતાં પરીવારે સગીરાની શોધખોળ આદરી હતી પરંતુ સગીરાનો ક્યાંય પત્તો ન મળતાં પરીવારને જાણવા મળ્યુ હતુ કે લીંબોદ્રા ગામનો યુવક પોતાની ઇકોગાડી લઇ આવી વારંવાર સગીરાના ઘર પાસે આંટા ફેરા મારતો હતો તેમજ સગીરા સાથે બીભસ્ત રીતે વાતચીત કરતો હોય સગીરાના પરીવારજનો યુવકના ગામ જઇ તેના ઘરે ગયા હતા જ્યાં યુવક ઘરે મળી આવ્યો ન હતો તેમજ તેનો મોબાઇલ ફોન બંધ આવતો હતો યુવકના પરીવારજનોએ સગીરાને ટુક સમયમાં સોપી દઇશુ તેવુ કહેતાં પરીવારજનો પાછા આવ્યા હતા પરંતુ આજદિન સુધી સગીરાને ન સોપતાં આખરે સગીરાના પિતાએ મેઘરજ પોલીસમાં આરોપી.રણજીત મોઘા ડામોર રહે.લીંબોદ્રા તા.મેઘરજ વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી

Back to top button
error: Content is protected !!