ગોધરા:- ગોધરા તાલુકાના વડેલાવ ગામે ૧૦માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું
સરકારની ૫૦થી વધુ યોજનાઓનો લાભ એક જ સ્થળ પરથી મળતા લાભાર્થીઓએ સરકારશ્ન આભાર વ્યક્ત કર્યો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં આજથી ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જિલ્લાના સાત તાલુકાના અલગ અલગ સાત ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં ગોધરા તાલુકાના વડેલાવ ગામે પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
વડેલાવ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં આજુબાજુના ગામોના બહોળી સંખ્યામાં લાભાર્થી – અરજદારોએ ભાગ લીધો હતો અને સ્થળ પર જ સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમજ અન્ય વહીવટી કામોનો નિકાલ કરવામાં આવ્યો હતો. અહી સરકાર
બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ તેમજ એનસીડી સેલ દ્વારા સ્થળ પર જ બ્લડપ્રેશર, સુગર સહિતના રોગોનું નિદાન અને સારવાર પણ સ્થળ પર જ આપવામાં આવી હતી. સરકારના તમામ પ્રજાલક્ષી કામ કરતા તમામ વિભાગો એક સાથે એક જ સ્થળ પર આવી સ્થાનિકોને લાભ આપતા લાભાર્થીઓએ પણ સરકારનો આભાર માન્યો હતો.
***





