
વિસનગર ઇયાસરા ખાતે આવેલ નેચરલ પાર્ક ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસ વૃક્ષા રોપણ કરીને કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિસનગર ઇયાસરા ખાતે આવેલ નેચરલ પાર્ક ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદી ના 74/ માં જન્મદિવસ ની ઊજવણીના ભાગરૂપે .ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા વૃક્ષારોપણ કાયૅક્રમ રાખવા મા આવ્યો હતો. જેમાં પયૉવરણ પ્રેમીઓ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. અને તિરૂપતી ઋષીવન ખાતે સુનીતા વીલીયમ્સ જે અવકાશ સ્પેસ શીપ માં જે ધણા મહીના થી ફસાયેલા છે જે જલ્દી થી ભારત પરત ફરે એમની બાધા રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના લાંબા આયુષ્ય અને તંદુરસ્ત આરોગ્ય રહે તે માટે ઉપસ્થિત તમામ લોકોએ વૃક્ષ નારાયણ ને પ્રાર્થના કરવા મા આવી હતી.




