KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ની સી.આર.સી કાનોડ કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 યોજાયું

 

તારીખ ૧૯/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની કાનોડ પ્રાથમિક શાળામાં તારીખ ૧૯ ઓકટોબરનાં રોજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ પ્રેરિત સમગ્ર શિક્ષા પંચમહાલ માર્ગદશિત સી.આર.સી કાનોડ દ્વારા આયોજિત સી.આર.સી ક્ક્ષાનુ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી”થીમ અન્વયે આયોજન કરવામાં આવેલ.જેમાં ક્લસ્ટર ની કુલ ૧૩ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી અલગ અલગ વિભાગ માં કુલ ૨૨ કૃતીઓ રજૂ કરવામાં આવેલ દરેક કૃતિ અનન્ય અને શિક્ષકમિત્રોનાં માર્ગદર્શન થકી બાળકો દ્વારા સુંદર, વૈજ્ઞાનિક અભિગમ સહ તૈયાર કરવામાં આવેલ. પ્રદર્શનમાં દરેક બાળકને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવેલ.બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં બાળકો ને પ્રેરણા આપવા માટે ઉત્તર બીટ કાલોલ ના કેળવણી નિરીક્ષક ગૌરાંગભાઈ જોશી ઊપસ્થિત રહેલ અને કાનોડ કે.કે. વિદ્યામંદિરના આચાર્ય મનીષભાઈ ઓઝા અને કાનોડ પ્રાથમિક શાળા ના આચાર્ય ભાવેશભાઈ પટેલ ના હસ્તે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ.એમની ઉપસ્થિતિ સૌને ઊર્જામાં વધારો કરેલ. આ બાળ વિજ્ઞાન પ્રદર્શનનો કાનોડ જૂથમાં સમાવિષ્ટ શાળાઓના અંદાજે ૧૨૦૦ બાળકોએ પ્રદર્શન નિહાળી પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનવવા સી.આર.સી કૉ.ઓર્ડીનેટર ચંન્દ્રકાન્ત સુથાર શાળા નો સ્ટાફગણ અને સી.આર.સી ક્લસ્ટર ના તમામ શાળા ના આચાર્ય અને માર્ગદર્શક શિક્ષકઓ એ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!