
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજપારડીમાં રક્તદાન શિબિર યોજાઈ






ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્યની ઉપસ્થિતીમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું
આયોજિત રક્તદાન શિબિરમાં ૬૧ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપારડી પરિવાર ભાવના પાર્ટી પ્લોટ ખાતે ઝઘડીયા વિધાનસભા ના ધારાસભ્ય રિતેશ વસાવા ની અઘ્યકસ્થાને યુનિટી બ્લડ સેન્ટર ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં “સેવા પખવાડિયા” અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ હતી યોજાયેલ રક્તદાન શિબિરમાં કુલ ૬૧ રક્તદાતાઓએ સ્વેચ્છિક રક્તદાન કર્યુ હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય,ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા પ્રમુખ ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ,ઝઘડીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોનલબેન રાજ,પક્ષના નેતા ભાર્ગવ પટેલ,આગેવાન નરેન્દ્રસિંહ રાજ,વિક્રમસિંહ રાજ, પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
ઈરફાનખત્રી
રાજપારડી




