BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવાને 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરાના ગૌરીવ્રત પુર્ણ થયાના બે-ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં હેમંત સુરેશ રાણા તેનો પિછો કરતો હતો. દરમિયાનમાં છડીનોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગ્યે તેના દાદીના ઘરે હતી. તે વેળાં તે વોશરૂમમાં જઇને આવ્યાં બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે વેળાં હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો.

તેણે તેને પાછળથી પકડી લીઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગતપળોનો વિડિયો ઉતારી સગીરાને મોબાઇલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. દરમિયાનમાં પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!