ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : એજન્સી દ્વારા થતી ભરતીમાં આરોગ્ય વિભાગના આઉટસોસીંગ કર્મચારીઓ પગારથી વંચીત તો અરજદાર નોકરી થી વંચિત

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : એજન્સી દ્વારા થતી ભરતીમાં આરોગ્ય વિભાગના આઉટસોસીંગ કર્મચારીઓ પગારથી વંચીત તો અરજદાર નોકરી થી વંચિત

હાલ કાયમી ભરતી ને લઇ લોકોમાં રોષ છે તો બીજી બાજુ સરકારની સિસ્ટમ થી નોકરીયાત લોકો ના હાલ બેહાલ બન્યા છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ, શાળા વિભાગ કે પછી હોય ICDS વિભાગ જ્યાં જુવો ત્યાં એજન્સી દ્વારા થતી ભરતીમાં હવે ભ્રષ્ટાચાર થવા લાગ્યો છે કે શું..?

મળતી માહિતી મુજબ જે કે સિક્યુરિટી એજન્સી દ્વારા અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગમાં થયેલ એજન્સી મારફની ભરતીમાં વર્ગ 4 ના કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિના ના પગારથી વંચિત છે જેને લઇ મેઘરજ તાલુકાના એક વર્ગ 4 ના વોર્ડ બોય કર્મચારી એ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગમાં અમારો પગાર એજન્સી દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી થયો નથી અને પગાર માટે રજુઆત કરીએ છીએ તો એજન્સી વાળા કહે છે ગ્રાન્ટ નથી આવી તેમ કહે છે ત્યારે હાલ નવરાત્રીનો સમય છે અને આવા સમયે છેલ્લા ત્રણ મહિનાના પગારથી વંચિત કર્મચારીઓ બેહાલ બન્યા છે ઘર નિભાવવું એ પણ અગરુ બન્યું છે આ બાબતે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બને અને આવા કર્મચારીઓ ની આપવીતી જાણી ને આઉટસોસીંગ કર્મચારીઓ નો પગાર ઝડપથી થાય તેનું ધ્યાન દોરે તે જરૂરી છે

Back to top button
error: Content is protected !!