“આંતર રાષ્ટીય બાલિકા દિવસ” અંતર્ગત ડો. સુભાષ એકેડેમી તથા જ્યોતિ વિદ્યાલય બંધાળા ખાતે કિશોરી સંમેલન ઉજવણી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગ રૂપે કિશોરી સંમેલનનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ડો. સુભાષ એકેડેમી તથા જ્યોતિ વિદ્યાલય બંધાળા જૂનાગઢ ગ્રામ્ય ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી સોજીત્રા સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી ભાડ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું. 





