દુર્ગા માઁ વિશે સોશીયલ મીડીયામાં અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમ સામે કાર્યવાહી કરવા હીન્દુ સંગઠનો દ્વારા રજૂઆત

તારીખ ૦૫/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ પંચમહાલ જિલ્લાના કાલોલ પ્રખંડમાં એક વ્હોટ્સ એપના એક સામાજિક ગ્રુપમાં હિન્દૂ સમાજના શક્તિ અને ઉપાસનાના પર્વમાં માતાજી નવ દુર્ગા માઁ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. હિંદુઓની આસ્થા છે અને જે વૈદિક લખાયલું છે તેની સાથે છેડછાડ કરીને ઊંધાછતાં તથ્યો સાથે જે કાલ્પનિક કથા બનાવીને ખોટી રીતે રજુ કરી છે. જેમાં કરોડો હિંદુઓની આસ્થા એવા માઁ દુર્ગાને કલ્પના ન કરી શકાય તેવા અભદ્ર શબ્દોથી રજૂ કર્યા છે તેને લઇને હિન્દૂ સંગઠનોમાં રોષ જાગતા વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દળ અને અન્ય સામાજિક સંગઠનોએ ભેગા થઈને લેખિતમાં કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ સમક્ષ અરજી આપવામાં આવી છે અને આવા સમાજમાં સમરસતા અને શાંતિ ભંગ કરવાની સમાજ અને રાષ્ટ્ર દ્રોહી લોકો દ્વારા જે હિન્દૂ સંસ્કૃતીનો દુષપ્રચાર કરવામાં આવે છે. તેમજ આવરનવાર હિંદુઓને જ ટાર્ગેટ કરીને બદનામ કરવામાં આવે છે તે હવે હિન્દૂ સમાજ ચલાવી લેશે નહિ અને આ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે ઉદ્દેશ્યથી રજૂઆત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગદળ સહ સહયોજક જલ્પેશભાઈ સુથાર, જિલ્લા ઉપઘ્યક્ષ વિશાલભાઈ પંચાલ, જિલ્લા મંત્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ધર્મ પ્રસાર પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,જિલ્લા પ્રચાર, પ્રસાર પ્રમુખ જૈમેશભાઈ પટેલ, કાલોલ પ્રખંડ મંત્રી દિલીપસિંહ જાદવ તથા તમામ અન્ય હિન્દૂ સંગઠનોના ૩૦૦ જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.








