GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના ચંદ્રપુર ગામેથી નદી વાળી સીમથી ઓળખાતી સીમની વાડીમા પાણીની મોટર ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા

WANKANER:વાંકાનેરના ચંદ્રપુર ગામેથી નદી વાળી સીમથી ઓળખાતી સીમની વાડીમા પાણીની મોટર ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા

 

 

વાંકાનેરના ચંદ્રપુર ગામે નદી વાળી સીમથી ઓળખાતી સીમની વાડીમાથી બે ૫-હોર્ષ પાવરની ઇલેક્ટ્રીક મોટરો(ઓપનવેલ)ની થયેલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીને ઝડપી લઇ તેની પાસેથી ચોરી કરેલ તમામ મુદ્દામાલ તથા ચોરીના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલ મોટર સાયકલ સહિત કબ્જે કરવામાં આવ્યું છે. આ સાથે વાંકાનેર સીટી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ મથકની ટીમને ખાનગીરાહે હકીકત મળેલ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ પાણીની મોટરની ચોરી કરનાર આરોપીઓ મુદ્દામાલ સાથે મોટરસાઈકલમા આવનાર હોય જે મુજબની તેવી ચોક્કસ હકીકતને આધારે વાંકાનેર નવાપરા નાકા ખાતે વોચમાં હોય તે દરમિયાન હીરો હોન્ડા કંપનીનું બાઇક રજી.નં જીજે-૨૨-બી-૩૨૮૪ ઉપર બે ઈસમો આવતા તેને રોકી આગવી ઢબે પૂછપરછ કરતા બંને આરોપીઓએ ઉપરોક્ત ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ સાથે આરોપી દિલીપભાઇ પરસોત્તમભાઇ ચારોલીયા ઉવ-૪૦ તથા નરેશભાઇ કેશાભાઇ ચારોલીયા ઉવ-૩૭ બંને રહે.નવાપરા દેવીપુજકવાસ વાંકાનેરવાળાની અટકાયત કરવામાં આવી છે, બંને પાસેથી ચોરી કરેલ બે પાણીની ઇલેકટ્રીક મોટર કબ્જે લઈ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!