DAHODGUJARAT

દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ ટુ ખાતે મહાકાલ ઠાકુર ગ્રુપ આયોજિત શિવ શક્તિ ગરબા નવરાત્રી મહોત્સવ 

તા.૧૩.૧૦.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ ટુ ખાતે મહાકાલ ઠાકુર ગ્રુપ આયોજિત શિવ શક્તિ ગરબા નવરાત્રી મહોત્સવ

 

મહાકાલ ઠાકુર ગ્રુપ આયોજિત શિવ શક્તિ ગરબા નવરાત્રી મહોત્સવ પહેલી જ વખત શરૂઆત દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ ટુ ખાતે કરવામાં આવેલ ગરબા મહોત્સવ ના નવમાં નોરતા ઉપસ્થિત મહેમાનો લીમખેડા પાલ્લી હનુમાન મંદિરના મહંત સુરેશદાસજી મહારાજ જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્રસિંહ એમ દામા શિક્ષણ નિરીક્ષક રાકેશભાઇ આર ભોકણ આચાર્ય મોડલ સ્કૂલ ગરબાડા સુરેશભાઈ એચ મેડા આચાર્ય સરકારી માધ્યમિક શાળા આગાવાડા હર્ષદભાઈ ડી બારીયા પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબ તથા રાજપૂત અરવિંદભાઈ ઉપસ્થિત માતાજીની આરતી ઉતારી માતાજીના આશીર્વાદ લીધા હતા નોરતાના નવમા દિવસે ખેલૈયાઓએ ગરબાની મોડી રાત સુધી ગરબા ની રમઝટ લીધી હતી મહાકાલ ઠાકુર ગ્રુપ આયોજિત શિવ શક્તિ ગરબા મહોત્સવ દ્વારા ગરબા મહોત્સવમાં બેસ્ટ પર્ફોર્મેશન કરનાર યુગલને દાહોદના ઇતિહાસમાં પહેલી વખત સાડા ત્રણ ફૂટની ટ્રોફી બજરંગ ટાઇલ્સ નરેન્દ્ર પરમાર અને કુલદીપ ઉપાધ્યાય તરફ થી એનાયત કરવામાં આવી અને રોકડ પુરસ્કાર જય અંબે મા કન્સ્ટ્રકશન જયકુમાર પાટીદાર તરફ થી એનાયત કરવામાં આને દાહોદ ના બેસ્ટ શેરી પારિવારિક અને મહિલા ની સુરક્ષા માં ધ્યાન રાખતું મહાકાલ ઠાકુર ગ્રુપ શિવ શક્તિ આયોજિત ગરબા મહોત્સવ ને પહેલા નંબર નો સ્થાન દાહોદ વસિયો એ આપ્યો અને તેમના કામ ની પ્રશંસા કરવા માં આવી

Back to top button
error: Content is protected !!